Video/ માણસાના ઇટાદરા ગામમાં બે જુથ વચ્ચે અથડામણ, યુવતીની છેડતી બાબતે મામલો બીચકયો

ગાંધીનગરના માણસાના ઇટાદરા ગામમાં બે જુથ વચ્ચે અથડામણ થતાં માહોલ તંગદિલી ભર્યો બન્યો હતો. યુવતીની છેડતી બાબતે થયેલી બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મામલો બીચક્યો હતો

Videos
ઇટાદરા
  • ગાંધીનગરના માણસાના ઇટાદરાની ઘટના
  • યુવતીની છેડતી બાબતે બે જૂથ સામસામે
  • ટોળા દ્વારા વાહનોમાં તોડફોડ અને આગચંપી
  • ગાંધીનગરના માણસાના ઇટાદરાની ઘટના
  • યુવતીની છેડતી બાબતે બે જૂથ સામસામે

ગાંધીનગરના માણસાના ઇટાદરા ગામમાં બે જુથ વચ્ચે અથડામણ થતાં માહોલ તંગદિલી ભર્યો બન્યો હતો. યુવતીની છેડતી બાબતે થયેલી બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મામલો બીચક્યો હતો અને બે જુથ સામે સામે આવી ગયા હતા. ટોળા દ્વારા વાહનોમાં તોડફોડ અને આગચંપી પણ કરવામા આવી હતી. પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક એસપીને સૂચના આપી હતી. સમગ્ર સ્થિતિને હાલ કાબૂમાં લેવામાં આવી છે. સમગ્ર ઘટનામાં વધુ લાંબુ નુકસાન ન થાય તે માટે ઈટાદરા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:પૂર્વ કેન્દ્રીય મંત્રી પર કોંગ્રેસના નેતા વંદનાબેન લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું – મારી અંગત થઇ જા અને…

ગુજરાતનું ગૌરવ