OMG!/ એક બટન દબાવો અને બદલાઇ જશે તમારી આ Favourite કારનો રંગ, જાણો વિશેષ માહિતી

કાર તો લઇને નિકળ્યા હોય તો બધા જોઇ રહે તો જ મજા આવી જાય, કઇંક આવુ જ આપણે વિચારતા હોઇએ છીએ. જો કે હવે તમારી આ ઇચ્છાને પૂરી કરે તેવી એક કાર માર્કેટમાં આવી રહી છે.

Tech & Auto
બટન દબાવો અને બદલો કારનો રંગ

કાર તો લઇને નિકળ્યા હોય તો બધા જોઇ રહે તો જ મજા આવી જાય, કઇંક આવુ જ આપણે વિચારતા હોઇએ છીએ. જો કે હવે તમારી આ ઇચ્છાને પૂરી કરે તેવી એક કાર માર્કેટમાં આવી રહી છે. જેની એક ઝલક જોયા બાદ તમે પણ તમારી આંખોને તેના તરફથી ફેરવી નહી શકો.

બટન દબાવો અને બદલો કારનો રંગ

આ પણ વાંચો – ટેકનોલોજી / Noice એ લોન્ચ કરી તેની શાનદાર સ્માર્ટ વોચ, એન્ડ્રોઇડ અને આઇફોન બન્ને સાથે જોડી શકાશે

જ્યારે પણ કાર પસંદ કરવાની વાત આવે છે, ત્યારે લોકો હંમેશા કમ્ફર્ટ, કલર અને ફીચર્સ જેવી બાબતો પર ધ્યાન આપે છે. તેમને લાગે છે કે તેમની કારમાં તે તમામ સુવિધાઓ હોવી જોઈએ જે લેટેસ્ટ કાર ઓફર કરે છે. આ કારણે કાર નિર્માતાઓએ પણ નવીથી લઈને લેટેસ્ટ ડિઝાઈન અને ટેક્નોલોજીમાં ઘણા ફેરફાર કર્યા છે. જો કે તેને ધ્યાનમાં રાખતા BMW ગ્રુપ ટૂંક સમયમાં તેની કારમાં એક એવું ફીચર લાવવા જઈ રહી છે, જેમાં તમે એક બટન દબાવવા પર તમારી કારનો રંગ બદલી શકો છો. BMW એ આ વર્ષે લાસ વેગાસમાં સૌથી મોટા કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શો (CES)માં આ ઈલેક્ટ્રિક કારનું પ્રદર્શન કર્યું હતું.

બટન દબાવો અને બદલો કારનો રંગ

BMW એ તેની તમામ iX ઇલેક્ટ્રિક કારમાં નવીન પેઇન્ટ સ્કીમ કલર ચેન્જનો વિકલ્પ આપ્યો છે. જર્મન કાર કંપનીએ જણાવ્યું કે કારમાં એક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં બટનની મદદથી તમે કારની બહારનો રંગ બદલી શકો છો. જણાવી દઇએ કે, આ BMW કાર ઈલેક્ટ્રોફોરેટિક ટેક્નોલોજી પર આધારિત છે, જેમાં વાહનનો રંગ કાળો હશે અને થઇ જશે સફેદ અથવા સફેદથી કાળો અથવા બન્ને બદલવાની ક્ષમતા છે. 5 જાન્યુઆરીએ, કંપનીએ iX Flow નામની કોન્સેપ્ટ કાર લોન્ચ કરી, જે ઇલેક્ટ્રિક iX SUV પર આધારિત છે.

બટન દબાવો અને બદલો કારનો રંગ

આ પણ વાંચો – Bollywood / મારી એક ભૂલ અને બોલિવૂડમાં Entry થઇ ગઇ બેનઃ કોએના મિત્રા

જર્મન કાર નિર્માતાએ કહ્યું કે, આ ઈનોવેશનમાં ક્રિએટિવિટી અને ડિજિટાઈઝેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ડ્રાઈવર અને પેસેન્જરને ખૂબ જ પસંદ આવશે. કંપનીએ લાસ વેગાસ ઇવેન્ટમાં BMW iX M60, તેના M પ્રદર્શન વિભાગમાંથી 620hp રેન્જ-ટોપિંગ EV પણ જાહેર કર્યું. BMW ગ્રુપ ઈલેક્ટ્રોનિક્સનાં સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ક્રિસ્ટોફ ગ્રુટે લોન્ચ દરમિયાન એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કાર તમને એક રીતે તૈયાર કરે છે, તે તમને અંદરથી જ નહીં પરંતુ બહારથી પણ વ્યક્ત કરે છે, તેથી અમે આવી ટેક્નોલોજી બનાવવાનો પ્રયાસ કર્યો છે. અને કારને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જેનાથી તમે તેની સાથે જે ઇચ્છો તે કરી શકો. તેમણે એમ પણ કહ્યું કે ઉનાળામાં વાહન ચલાવતી વખતે વાહનને અંધારામાંથી પ્રકાશમાં ફેરવવામાં સક્ષમ થવાથી વાહનની અંદર કાર્યક્ષમતા અને થર્મલ રેગ્યુલેશનમાં મદદ મળશે.