Viral Video/ લગ્નમાં મિત્રએ આ રીતે બચાવી દુલ્હાની ઇજ્જત, મિત્રતાના દિવાના થયા લોકો

વરમાળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો દુલ્હાના મિત્રના જોરદાર વખાણ કરી રહ્યા છે.

Videos
દુલ્હા

ભારતમાં આ દિવસોમાં લગ્ન નથી થઈ રહ્યા કારણ કે લગ્નની સિઝન પૂરી થઈ ગઈ છે. આમ છતાં લગ્નના વીડિયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે. લગ્નમાં વરમાળા દરમિયાન દુલ્હા-દુલ્હનનો એક અલગ જ ક્રેઝ જોવા મળે છે. આ દરમિયાન દુલ્હા-દુલ્હન બંનેના લોકો પૂરા ટશનમાં હોય છે. વરમાળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો દુલ્હાના મિત્રના જોરદાર વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો :લગ્નના દિવસે જ દુલ્હન દુલ્હા સાથે ખાઈ રહી હતી પાણીપૂરી, બધા સામે કરી એવી ડિમાન્ડ કે..

વરમાળા સમયે, દુલ્હા-દુલ્હન તેમના ગળામાં માળા પહેરે છે અને દુલ્હન દુલ્હા પાસે જાય છે. પરંતુ હવે લોકોએ તેમાં પણ મજા મૂકી દીધી છે. દુલ્હનની એન્ટ્રીથી લઈને માળા પહેરાવવા સુધીની વાત જ કંઈક અલગ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હનના પક્ષના લોકો દુલ્હનને તેના ખભા પર બેસાડીને સ્ટેજ પર લાવે છે.  ખભા પર બેઠેલી દુલ્હન દુલ્હાને માળા પહેરવા ઇશારો કરે છે. આ સમયે બસ તેનો મિત્ર દુલ્હા સાથે ઉભો જોવા મળે છે. દુલ્હો તેના મિત્ર તરફ જુએ છે. આ દરમિયાન તેનો મિત્ર તેને ઉઠાવે છે અને દુલ્હનને માળા પહેરાવવામાં મદદ કરે છે. વીડિયોમાં વરરાજાનો મિત્ર શારીરિક રીતે કમજોર જોવા મળી રહ્યો છે. પણ છેલ્લી ઘડીએ વરરાજાની લાજ બચાવે છે.

https://www.instagram.com/reel/CYGUHRxIFsX/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો :સ્વર્ગસ્થ પિતાની યાદમાં આ દુલ્હને કર્યું એવું કે, લોકો બોલ્યા આવી દીકરી બધાને મળે…

વીડિયોમાં દેખાડવામાં આવેલી મિત્રતાના લોકો ફેન બની ગયા છે. સોશિયલ મીડિયા યુઝર્સ વરરાજાના મિત્રના વખાણ કરી રહ્યા છે. આ વીડિયો life_navneet547 નામના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધીમાં 19 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. તે જ સમયે, લગભગ 2 મિલિયન લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. ટિપ્પણી વિભાગમાં, નેટીઝન્સે વરરાજાના મિત્ર અને મિત્રતાની અદ્ભુત ભાવનાની પ્રશંસા કરી છે.

આ પણ વાંચો :ખૂંખાર ચિત્તાને કિસ કરતી જોવા મળી યુવતી, વીડિયો જોઈને લોકોના ઊડી ગયા હોશ

આ પણ વાંચો :હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબે થૂંક લગાવીને કાપ્યા વાળ: મહિલાએ લગાવ્યો આરોપ, જુઓ વીડિયો

આ પણ વાંચો :ટિપ-ટિપ બરસા પાની પર પાકિસ્તાની સાંસદે કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ