Not Set/ ‘ગરીબ’ અનુષ્કાની વધુ એક મીમ, હવે તો બનવા લાગ્યા ફની વીડીયો

મુંબઈ અનુષ્કા શર્માએ તેની અપકમિંગ ફિલ્મ ‘સુઈ ધાગા’માં એવા તો એક્સપ્રેશન આપ્યા છે કે, તેના મીમ્સ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. આ છેલ્લા બે દિવસ છવાયેલા છે. અનુષ્કા અને વિરાટ કોહલીના પણ મીમ્સ અને વીડીયો સામે આવી રહ્યા છે. જેમનો એક વીડીયો એવો હતો કે, જેને શેર કરવા પર ફિલ્મમાં ડાયરેક્ટર […]

Trending Entertainment Videos
O0 'ગરીબ' અનુષ્કાની વધુ એક મીમ, હવે તો બનવા લાગ્યા ફની વીડીયો

મુંબઈ

અનુષ્કા શર્માએ તેની અપકમિંગ ફિલ્મ ‘સુઈ ધાગા’માં એવા તો એક્સપ્રેશન આપ્યા છે કે, તેના મીમ્સ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. આ છેલ્લા બે દિવસ છવાયેલા છે.

અનુષ્કા અને વિરાટ કોહલીના પણ મીમ્સ અને વીડીયો સામે આવી રહ્યા છે. જેમનો એક વીડીયો એવો હતો કે, જેને શેર કરવા પર ફિલ્મમાં ડાયરેક્ટર શરત કટારીયા પણ પોતાને રોકી ન શક્યા.

આ મીમ્સને શેર કરવાની સાથે સાથે શરતે લખ્યું કે વીડિયોમાં વીડીયો ગેમ મારિયોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં અનુષ્કાના ચહેરા વાળા ઇમોજી સ્ટેજ પાર કરી રહ્યા છે. તે ખૂબ જ ફની છે.

આપને જણાવી દઈએ કે, મૂવી ટ્રેલર રિલીઝ થઇ ચુક્યું છે. જેમાંથી ઈમેજ લઈંને ઘણી મીમ્સ બનાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર અનુષ્કાની મજાક ઉડાવવામાં આવી રહી છે. યુઝર્સ તેમની ક્રિએટીવીટીનો ઉપયોગ કરીને આવી મીમ્સ બનાવી રહ્યા છે. જે લોકોને હસાવા માટે મજબુર કરે છે.

ટ્રેલરમાં 2 સીન છે, પ્રથમ જેમાં અભિનેત્રી ખરાબ રીતે રડી રહી છે. બીજામાં અનુષ્કા ઉદાસ અને દુ:ખી બેઠી છે. અનુષ્કાના આ બે લૂકને ફોટોશોપ દ્વારા દરેક જગ્યાએ ફીટ કરવામાં આવી રહ્યા છે.