Not Set/ ઇસ્ટ ઓર વેસ્ટ મોટેરા ઈઝ ધ બેસ્ટ, મહેમાન ખેલાડીઓ મોટેરા પર મોહી પડ્યા, કર્યા ભરપેટ વખાણ

વડાપ્રધાન મોદીના માર્ગદર્શનથી વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું નિર્માણ ગુજરાતમાં કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમની ખ્યાતિ વિશ્વસ્તરે ફેલાઈ રહી છે. અહીં પહોંચેલા ભારતના અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ મોટેરા પર મોહી ગયા છે

Trending Sports
motera 1 ઇસ્ટ ઓર વેસ્ટ મોટેરા ઈઝ ધ બેસ્ટ, મહેમાન ખેલાડીઓ મોટેરા પર મોહી પડ્યા, કર્યા ભરપેટ વખાણ

વડાપ્રધાન મોદીના માર્ગદર્શનથી વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું નિર્માણ ગુજરાતમાં કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમની ખ્યાતિ વિશ્વસ્તરે ફેલાઈ રહી છે. અહીં પહોંચેલા ભારતના અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ મોટેરા પર મોહી ગયા છે અને ભરપેટ વખાણ કરી રહ્યા છે.ભારત અને ઇંગ્લેન્ડની ટીમ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતેની પ્રથમ ઇન્ટરનેશનલ મેચ માટે અમદાવાદ આવી ગઈ છે. 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા ધરાવતાં સ્ટેડિયમની મુલાકાત લીધા બાદ ભારત અને ઇંગ્લેન્ડ બંનેની ટીમ સુંદરતા અને ફેસિલિટી પર આફરીન થઈ ગઈ છે.

Toolkit Case / દિશા રવિની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ, આગામી ચુકાદો 23મીએ

હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, કેવિન પીટરસન સહિત અનેક લોકોએ સ્ટેડિયમના વખાણ કરતાં ટ્વીટ કરી છે. તેમજ આ બદલ BCCI સેક્રેટરીને જય શાહને અભિનંદન પાઠવ્યા છે.હાર્દિકે કહ્યું કે, ફેન્સ સ્ટેડિયમમાં આવે તે પછી કેવો માહોલ હોય તે અનુભવ કરવા માટે હવે અમે રાહ જોઈ શકીએ એમ નથી. જ્યારે ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે, આ એક બહુ મોટું સ્ટેડિયમ છે. મોટેરા ખાતે પ્રથમવાર રમવા માટે બહુ ઉત્સુક છીએ. તો ઓપનર મયંક અગ્રવાલે કહ્યું કે, મોટેરામાં પ્રવેશ કરતાં જ સ્ટેન્ડ્સ જોવા, જે રીતે બન્યું છે તે જોવું, એ ફેન્ટાસ્ટિક ફીલિંગ છે. શુભમન ગિલે જિમના વખાણ કરતાં કહ્યું કે, આ બહુ મોટું અને સ્પેસવાળું જિમ છે. અહીંની ફેસિલિટી પણ બહુ સારી છે.

Corona case / મુંબઈમાં કોરોના નવા 2,749 કેસ નોંધાયા, 1305 બિલ્ડીંગો સીલ, 71,000 પરિવારો ઘરમાં રહેવા મજબૂર

hardik tweet motera ઇસ્ટ ઓર વેસ્ટ મોટેરા ઈઝ ધ બેસ્ટ, મહેમાન ખેલાડીઓ મોટેરા પર મોહી પડ્યા, કર્યા ભરપેટ વખાણ

હાર્દિકે કહ્યું કે, વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ઉભું રહેવું એક અલગ જ અનુભવ છે. આ એકદમ મેગ્નિફિસિયન્ટ છે. તેણે આ લખીને જય શાહને ટેગ કર્યા. જ્યારે ઋષભ પંતે લખ્યું કે, અમદાવાદમાં ક્રિકેટ માટેની આવી વર્લ્ડ ક્લાસ ફેસિલિટી જોઈને સારું લાગ્યું. 24 તારીખે અહીં મેચ રમવા માટે ઉત્સુક છું.તો બીજી તરફ, ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે વીડિયો શેર કરીને કહ્યું કે, વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો ફર્સ્ટ લુક. 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા બહુ ઈમ્પ્રેસીવ લાગી. જ્યારે પૂર્વ ઇંગ્લિશ બેટ્સમેન કેવિન પીટરસને કહ્યું કે, આ સ્ટેડિયમ કેટલું અદ્ભૂત લાગી રહ્યું છે. 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા છે. આ એક થિએટર ઓફ ડ્રિમ્સ છે!

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…