Not Set/ હૈદરાબાદ : ૬૨ વર્ષીય પતિએ ૨૯ વર્ષીય પત્નીને વ્હોટસએપ પર આપ્યો તલાક

હૈદરાબાદ હૈદરાબાદમાં એક ત્રણ તલાકનો મામલો સામે આવ્યો છે. ૨૯ વર્ષીય હુમાને તેના ૬૨ વર્ષીય પતિએ વ્હોટસએપ પર તલાક આપ્યો છે. હુમાના પતિ ઓમાનના નાગરિક છે. He sent me to my mother's place in Hyderabad on 30 Jul'18 for medical treatment. When I came here, he gave me talaq on WhatsApp on 12 Aug'18 & […]

India Trending
TLAK હૈદરાબાદ : ૬૨ વર્ષીય પતિએ ૨૯ વર્ષીય પત્નીને વ્હોટસએપ પર આપ્યો તલાક

હૈદરાબાદ

હૈદરાબાદમાં એક ત્રણ તલાકનો મામલો સામે આવ્યો છે. ૨૯ વર્ષીય હુમાને તેના ૬૨ વર્ષીય પતિએ વ્હોટસએપ પર તલાક આપ્યો છે. હુમાના પતિ ઓમાનના નાગરિક છે.

ન્યુઝ એજન્સી એએનઆઈને હુમાએ કહ્યું હતું કે વર્ષ ૨૦૧૭ મેં મહિનામાં તેમના લગ્ન ઓમાનના એક નાગરિકથી થઇ હતી. હુમા  એક વર્ષ માટે ઓમાનમાં રહી હતી. આઠ મહિના બાદ હુમાએ એક દીકરીને જન્મ આપ્યો હતો પરંતુ ખરાબ સ્વાસ્થને લીધે તેનું મૃત્યુ થયું હતું. ૩ મહિના બાદ તેણે પોતાની દીકરીને ખોઈ દીધી હતી.

ત્યારબાદ ૩૦ જુલાઈ, ૨૦૧૮ના રોજ તેને પોતાની મમ્મીના ઘરે પાછી મોકલી દેવામાં આવી હતી. જયારે હુમા હૈદરાબાદ આવી ત્યારે ૧૨ ઓગસ્ટના રોજ તેના પતિએ તેને વ્હોટસએપમાં મેસેજ કરીને તલાક આપ્યો હતો. ત્યારબાદ હુમાના પતિએ કોઈ પણ પ્રકારના ફોન કે મેસેજ નહતા કર્યા.

૨૯ વર્ષીય હુમાએ દેશના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે મદદ માંગી છે.

તમને જણાવી દઈએ કે  5 જજોની બેન્ચે આ મુદ્દે સુનવણી કરી હતી. કોર્ટે આ સુનવણી 6 દિવસ સુધી ચાલી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા હલફનામાનામાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ત્રણ તલાકની પ્રથાને યોગ્ય નથી માનતા અને તેને ચાલુ રાખવાનાં પક્ષમાં નથી. સુનવણી દરમ્યાન  એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ ત્રણ તલાકને દુખદાયી પ્રથા જણાવતા કોર્ટને અપીલ કરી કે તેઓ આ મુદ્દે મૌલિક અધિકારોનાં અભિભાવન સ્વરૂપે પગલું ઉઠાવશે.

બીજી તરફ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની તરફથી વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે ત્રણ તલાક છેલ્લા 1400 વર્ષથી ચાલે છે. જો રામનો અયોધ્યામાં જન્મ થવુ આસ્થાનો વિષય છે તો ત્રણ તલાકનો મુદ્દો શા માટે નહી