Analysis/ જૂનાગઢ મહાનગરપાલિકામાં ૨૦૦૯માં બે પૂર્વ સાંસદો પણ કોર્પોરેટર બન્યા હતા

જે ધારાસભ્ય છ-છ ટર્મથી ધારાસભામાં એક જ વિસ્તારમાંથી ચૂંટાતો હોય છતાં તે નગરપાલિકામાંથી કેમ લડે છે ?

Gujarat Others Trending Mantavya Vishesh
આધાર 7 6 જૂનાગઢ મહાનગરપાલિકામાં ૨૦૦૯માં બે પૂર્વ સાંસદો પણ કોર્પોરેટર બન્યા હતા

ધારાસભ્યો – સાંસદોના સ્થાનિક ચૂંટણી જંગની વાત

આ વખતે ભલે પેટલાદના ધારાસભ્ય નગરપાલિકામાં હાર્યા પણ ભૂતકાળમાં પાંચ વખત તેઓ બન્ને ચૂંટણી જીત્યા પણ છે. ભાવનગરમાં બે ધારાસભ્યો ભૂતકાળમાં નગરસેવક ચૂંટાયા હતા. જૂનાગઢના ધારાસભ્ય ૨૦૦૪માં જૂનાગઢના પ્રથમ મેયર પણ બન્યા હતા.

@હિમ્મતભાઈ ઠક્કર, ભાવનગર

ભારતની લોકશાહી ભલે બ્રીટનની લોકશાહી પદ્ધતિમાંથી ઉઠાવેલા કેટલાંક અંશ સમાન કહેવાતી હોય પરંતુ ભારતની લોકશાહીને એ ઠોકશાહી બનાવવાનો પ્રયાસ ક્યારેય સફળ થયો નથી. બહુમતીના જોરથી જનતાના અવાજને કચડવાનો જ્યારે પણ પ્રયાસ થયો છે ત્યારે તેને લપડાક મળી છે. લોકશાહીના સાચા રક્ષકો અને રાષ્ટ્રપ્રેમીઓ તેને જ કહેવાય જે પોતાની વિરૂદ્ધ બોલનારાની પણ સાચી વાત સમજી શકે. વિરોધ પક્ષ એ લોકશાહીનો પાયો છે અને મજબૂત વિપક્ષ વગર લોકશાહી ક્યારે સરમુખત્યારશાહીમાં ફેરવાશે તે કોઈ કહી શકે તેમ નથી. તાજેતરમાં મહાનગર અને તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીના પરિણામ બાદ લોકોએ કોંગ્રેસને વિપક્ષ તરીકે પણ સ્વીકારી નથી. ૨૦૧૫ની ચૂંટણીથી ઘણું ઉંધુ પરિણામ આવ્યું છે. તો ૨૦૦૫માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભાજપે જે સિધ્ધી મેળવેલી તેના કરતાં ઘણું વધારે સીધુ પરિણામ આવ્યું છે તેના કારણે એક અખબાર જૂથે તો એવી હેડલાઈન કરી છે કે ‘મોદી કરતાં મોટો વિજય’ આના જે કાંઈ અર્થ કરવા હોય તે થઈ શકે તેમ છે. જાે કે સાચો અર્થ એ છે કે ૨૦૦૫માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જે વિજય અપાવેલો તેવો જ વિજય ભાજપને મળ્યો છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની લોકસભામાં તાકાત ૨૧૦માંથી ઘટીને ૪૪ થઈ અને મુખ્ય વિરોધ પક્ષ તરીકે માન્યતા ન મળે તેવી સ્થિતિ થઈ.

himmat thhakar જૂનાગઢ મહાનગરપાલિકામાં ૨૦૦૯માં બે પૂર્વ સાંસદો પણ કોર્પોરેટર બન્યા હતા

ગુજરાતમાં કોંગ્રેસ માટે ૨૦૧૫ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સારી હતી અને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં જે દેખાવ કર્યો તે સારો હતો. પરંતુ ત્યારબાદ ગુજરાતમાં સત્તાધારી પક્ષે ખરીદીનો ધંધો શરૂ કર્યો તેમાં કોંગ્રેસ તણાઈ ગઈ અને હવે છેક તળિયે પહોંચી ગઈ છે. ૨૦૨૧ની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ એ આવતા દિવસોમાં ‘એક હતી કોંગ્રેસ’ એવા સૂત્રને તો સાકાર નહીં કરે ને ? કોંગ્રેસમુક્ત ગુજરાત અને  કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા, કોંગ્રેસનો સફાયો થયો તેવા હેડીંગ અમૂક લોકોને ગમે છે. આવી સ્થિતિનું સર્જન થાય તેનાથી લોકો ગૌરવ અનુભવે છે, પરંતુ લોકશાહીમાં થોડો ઘણો પણ વિશ્વાસ હોય તેવા લોકોને આ વાત ગમતી નથી. સાચા રાષ્ટ્રપ્રેમીઓ પણ વિપક્ષનું સ્થાન ન હોય તે વાત જરાય ગમતી નથી.

હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોના ઘણા નોંધપાત્ર પાસાઓ છે. તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારૂ પાસું છે. કોંગ્રેસના પેટલાદના ધારાસભ્ય નિરંજનભાઈ પટેલનો પેટલાદના બે-બે વોર્ડમાંથી કારમો પરાજય. હવે સવાલ એ ઉભો થાય છે કે જે ધારાસભ્ય છ-છ ટર્મથી ધારાસભામાં એક જ વિસ્તારમાંથી ચૂંટાતો હોય છતાં તે નગરપાલિકામાંથી કેમ લડે છે ? જો કે  ભૂતકાળમાં આ મહાનુભાવે એવો ખૂલાસો પણ કર્યો હતો કે નગરના પ્રશ્નોમાંના ઉકેલ માટે પોતે સક્રીય રહી શકે, માહિતગાર રહી શકે તે માટે પોતે આ ચૂંટણી લડે છે. જો કે ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી આ પહેલો દાખલો નથી કે ધારાસભ્ય કક્ષાની હસ્તી નગરપાલિકાના એક વોર્ડમાં પોતે ચૂંટણી લડે. આવા દાખલા ઘણાં સ્થળે ભૂતકાળમાં બન્યા છે. ઘણા નગરપાલિકા પહેલી લડે અને પછી ધારાસભા લડી ધારાસભ્ય પણ બન્યાના દાખલા છે.

ભાવનગરમાં ૧૯૬૭ અને ૧૯૭૪ની ચૂંટણી સમયે નગરપાલિકામાં વિજયી બનેલા બે મહાનુભાવો તત્કાલીન જનસંઘના નગીનભાઈ શાહ ૧૯૭૫માં હાલ ભાવનગર પૂર્વ ગણાય છે તે બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી પણ જીત્યા હતા અને ભાવનગરના નગરપતિ પણ બન્યા હતા. એટલું જ નહિ પરંતુ આ બન્ને હોદ્દાઓ હોવા છતાં સાયકલ ફેરવતા આ સાદગીના પ્રતિક સમાન નેતાએ કટોકટી દરમિયાન જેલવાસ પણ વેઠ્યો હતો. જ્યારે બીજા સહકારી આગેવાન ૧૯૭૪માં સંસ્થા કોંગ્રેસ મોરારજીભાઈના નેતૃત્વવાળી કોંગ્રેસના ઉમેદવાર તરીકે નગરપાલિકામાં જીત્યા બાદ ૧૯૭૫માં નવનિર્માણ આંદોલન બાદ યોજાયેલી ગુજરાત વિધાનસભાની ભાવનગર પશ્ચિમ બેઠક કે જે તે સમયે ઘોઘા તાલુકાનો પણ તેમાં સમાવેશ થતો હતો અને વડવા ઘોઘા તરીકે ઓળખાતી હતી તે બેઠક પરથી જીતી ધારાસભ્ય પણ બન્યા હતા. રાજકોટના અડીખમ અગ્રણી અરવિંદ મણીયાર પણ રાજકોટના ધારાસભ્ય પણ બન્યા હતા અને તે સમયગાળા દરમિયાન રાજકોટના મેયર પણ બન્યા હતા.

ધારાસભ્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ન લડી શકે તેવું નથી પરંતુ ઘણા લોકો એવું માનતા હોય છે કે એકવાર મોટો હોદ્દો મળે પછી નાનો હોદ્દો સ્વીકારી શકાય નહિ પરંતુ ઘણા એવું નથી માનતા. જો  કે હવે ધારાસભ્યો પોતાના પુત્રોને કે સ્નેહીજનોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડાવતા થઈ ગયા છે. જો કે આ વખતે સાત ધારાસભ્યોના પુત્રો અને એક ધારાસભ્યના પુત્રવધૂ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હારી ગયા છે. જો કે આ પ્રક્રિયાને અત્યારના પ્રચાર અભિયાનની વ્યાખ્યા પ્રમાણે મતદારો વંશવાદને મતદારોએ જાકારો આપ્યો છે તેવો અર્થ ચોક્કસ કરી શકાય.

mahendrabhai mashru lost from Junagadh : Outlook Hindi

(મહેન્દ્ર  મશરૂ )

૧૯૯૦માં અપક્ષ તરીકે જૂનાગઢની બેઠક જીત્યા બાદ ૧૯૯૦માં પણ આજ રીતે વિજયી બનનાર મહેન્દ્રભાઈ મશરૂ ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા. જો  કે કમનસીબે છ વખત ચૂંટણી જીતનાર મહેન્દ્ર મશરૂ ૨૦૧૭માં ધારાસભા ચૂંટણી હારી પણ ગયા હતા તેનું કારણ ગમે તે હોય પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ બાબતમાં મહેન્દ્રભાઈ મશરૂને ફોન કરી વિગતો જાણી હતી. જૂનાગઢમાં લોકપ્રિયતા અને લોકસેવાનો પર્યાય બનેલા મહેન્દ્ર મશરૂના પ્રયાસોથી જેમ ગીરનાર રોપવે મળ્યો છે તે જ રીતે જૂનાગઢને મહાનગરપાલિકાનો દરજ્જો પણ મળ્યો અને ૨૦૦૪માં યોજાયેલી જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં મહેન્દ્ર મશરૂ નગરપાલિકાની ચૂંટણી પણ લડ્યા હતા અને મેયર પદ શોભાવ્યું હતું. ૨૭ વર્ષ સુધી ધારાસભ્યપદ શોભાવનાર મહેન્દ્ર મશરૂએ પોતાના આ સમયગાળા દરમિયાન ધારાસભ્ય તરીકે પગારભથ્થાનો એક પૈસો પણ લીધો નથી તે તો ઠીક પણ વિધાનસભામાં અને પેન્શનનો ઠરાવ આવ્યો ત્યારે પક્ષ કરતાં પોતાના સિદ્ધાંતોને મહત્ત્વ આપીને પગારવધારા અને પેન્શનનો વિરોધ કરી ‘એકલવીર’નું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આજ મહેન્દ્રભાઈ જૂનાગઢના મેયર બન્યા ત્યારે પણ પગાર ભથ્થાનો એક પૈસો પણ સ્વીકાર્યો નહોતો તે બાબત પણ એક પ્રકારની વાસ્તવિકતા અને સિધ્ધાંતનિષ્ઠાનો પૂરાવો હતો.

Ex-MP Bhavna Chikhalia no more

૨૦૦૯માં જૂનાગઢ મહાનગપાલિકાની બીજી ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપે જ્યારે ૫૧ ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારે તેમાં બે પૂર્વ સંસદસભ્યોના નામ પણ હતા જેમાં ૧૯૯૧થી ૨૦૦૪ સુધી ભાજપના સાંસદ રહેલા અને ૨૦૦૧ બાદ અટલબિહારી વાજપાયીના પ્રધાનમંડળમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન તરીકેનો હોદ્દો સંભાળનાર ભાવનાબેન ચીખલીયાનું નામ પણ હતું અને આજ પેનલમાં ૧૯૮૦થી ૧૯૯૦ સુધી કોંગ્રેસના સાંસદ અને ૧૯૯૫માં ઉપલેટાના ધારાસભ્ય અને ત્યારબાદ રાજ્યકક્ષાના પ્રધાન બનનાર મોહનભાઈ પટેલનું નામ પણ હતું. જેનાથી ઘણાને આશ્ચર્ય થયું હતું. જો કે આ બન્ને માજી સાંસદો ચૂંટણી જીત્યા હતા પણ તે વખતે કોંગ્રેસની સત્તા જૂનાગઢ મહાનગરપાલિકામાં આવી અને આ બન્ને માજી સાંસદોને વિપક્ષમાં બેસવું પડ્યું હતું. આમ સૌરાષ્ટ્રમાં તો આવું ઘણું ચાલ્યું છે. ગુજરાતમાં પણ આવા બનાવો બન્યા છે. જો કે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આઠે આઠ જિલ્લા પંચાયતો અને તમામ ચાર મહાનગરપાલિકા અને મોટાભાગની નગપાલિકાઓમાં ભાજપનું શાસન છે.