Cricket/ WTC માં રોહિત શર્માએ મચાવી ધૂમ, આમ કરનાર વિશ્વનો પ્રથમ ઓપનર બન્યો

શુક્રવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી અને અંતિમ ટેસ્ટ દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WRC) માં ભારતનો ઓપનર રોહિત શર્મા 1000 રન બનાવનારો પ્રથમ ઓપનર બન્યો છે.

Sports
Mantavya 97 WTC માં રોહિત શર્માએ મચાવી ધૂમ, આમ કરનાર વિશ્વનો પ્રથમ ઓપનર બન્યો

શુક્રવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી અને અંતિમ ટેસ્ટ દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WRC) માં ભારતનો ઓપનર રોહિત શર્મા 1000 રન બનાવનારો પ્રથમ ઓપનર બન્યો છે. રોહિત WTC માં ઓપનર દ્વારા સૌથી વધુ રનની યાદીમાં પ્રથમ ક્રમાંકે છે, ત્યારબાદ ડેવિડ વોર્નર (948) અને ડીન એલ્ગર (848) છે.

Cricket / સદી ફટકાર્યા પછી રિષભ પંત આઉટ, સાતમી વિકેટમાં સુંદર સાથે 100+ રનની ભાગીદારી

રોહિત શર્મા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) નાં ઉદ્ઘાટન એડિશનમાં 1000 રન બનાવનારો સૌથી ઝડપી એશિયન પણ બની ગયો છે. અજિંક્ય રહાણે (1068 રન) એકમાત્ર અન્ય ભારતીય ક્રિકેટર છે જેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 1000 થી વધુ રન બનાવ્યા છે. આ એલિટ યાદીમાં મારનસ લેબુસ્ચગ્ને (1675 રન), સ્ટીવ સ્મિથ (1341), જો રૂટ (1630) અને બેન સ્ટોક્સ (1301) ક્રિકેટર છે.

Cricket / પહેલા દિવસે કોહલી વિરુદ્ધ થયેલી બોલાચાલીનો સ્ટોક્સે લીધો બદલો, જાણો કેવી રીતે?

રોહિત શર્મા મયંક અગ્રવાલને પાછળ છોડી માત્ર 17 ઇનિંગમાં ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન બનાવનારો સૌથી ઝડપી એશિયન ઓપનર બન્યો છે. મયંક ડિસેમ્બર 2020 માં 19 ઇનિંગ્સમાં આ સ્થાન પર પહોંચ્યો હતો. રોહિત શર્મા હવે ભારત માટે 1000 ટેસ્ટ રન બનાવનારો બીજો ઝડપી ખેલાડી બન્યો છે. 14 ઇનિંગ્સમાં ઉપલબ્ધિ મેળવનાર વિનોદ કાંબલી આ યાદીમાં આગળ છે, ત્યારબાદ રોહિત (17) અને ચેતેશ્વર પૂજારા (18) છે. વળી ઓલટાઇમ યાદીમાં, રોહિત હવે 1000 રન સુધી પહોંચવા માટે ઝડપી ઓપનરની યાદીમાં ત્રીજા ક્રમે છે, જેણે દક્ષિણ આફ્રિકાનાં ભૂતપૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથનાં રેકોર્ડની બરોબરી કરી હતી.

Cricket / પોતાની ત્રીજી ટેસ્ટ મેચમાં અક્ષર પટેલે રચ્યો ઈતિહાસ, 133 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

જણાવી દઈએ કે, ચોથી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં રોહિત શર્મા માત્ર 1 રનથી અડધી સદી ચૂકી ગયો હતો. તેને સ્ટોક્સે LBW માં ફસાવી હતી. રિષભ પંતે રોહિતની ઇનિંગ બાદ સદી ફટકારી છે. ભારતની 6 વિકેટ 150 રનની અંદર આઉટ થઈ ગઈ હતી, પરંતુ પંતની સુંદર સાથેની સદીની ભાગીદારીએ ભારતને ઇંગ્લેન્ડનાં સ્કોરને વટાવી દેવામાં ખૂબ મદદ કરી છે. જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા 205 રન બનાવ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ