વરસાદ/ દિલ્હી-એનસીઆરમાં વાતાવરણ થયો ફેરફાર, વરસાદનાં કારણે ઠંડીમાં થયો વધારો

દિલ્હી-NCRમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે હવામાનનો મિજાજ પણ બદલાયો છે. લોકો ફરી ઠંડીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આજે ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Top Stories India
ગુજપાક 2 દિલ્હી-એનસીઆરમાં વાતાવરણ થયો ફેરફાર, વરસાદનાં કારણે ઠંડીમાં થયો વધારો

દિલ્હી-NCRમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે હવામાનનો મિજાજ પણ બદલાયો છે. લોકો ફરી ઠંડીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આજે ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો – જવાબ / PM મોદીના ‘કોંગ્રેસ ન હોત તો શું થાત’ના સંબોધન મામલે ચિદમ્બરમે આપ્યો જવાબ,જાણો શું કહ્યું…

દિલ્હીમાં નરેલા, બવાના, હરિયાણાનાં સોનીપત, ખરખોડા, ગુરુગ્રામ, જીંદ, હિસાર, સિવાની, ગણૌર, રોહતક, યુપીમાં ઝજ્જર, બરૌત, દૌરાલા, બાગપત, મેરઠ, રાજસ્થાનનાં પિલાની, ભીવડી, તિજારા, ખૈરથલ, કોટપુતલી અને દિલ્હીની આસપાસનાં વિસ્તારોમાં આજે હળવા વરસાદની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં ત્રણ દિવસ પછી પણ હિમવર્ષાનાં કારણે દુર્ગમ અને આદિવાસી વિસ્તારોમાં મુશ્કેલીઓ ઓછી થઈ નથી. રાજ્યનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને અઢીસો જેટલા રસ્તાઓ હજુ પણ બંધ છે. કેલોંગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 10.4 ડિગ્રી સેલ્સિયસ હતું. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનાં પ્રવક્તા સુદેશ મોક્તાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક હાઇવે સહિત 247 રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ છે. મોટાભાગનાં અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી અને પીવાનાં પાણીનો પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. લાહૌલ-સ્પીતિ અને શિમલા જિલ્લામાં મોટાભાગનાં રસ્તાઓ બંધ છે. આજે સાંજ સુધીમાં મોટી સંખ્યામાં બંધ રસ્તાઓ પર વાહનવ્યવહાર પૂર્વવત થવાની ધારણા છે.

આ પણ વાંચો – સામુહિક આત્મહત્યાનો પ્રયાસ /  સુરેન્દ્રનગરના આવારા તત્વોના ત્રાસથી કંટાળી એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં હવામાનમાં સુધારો થવાની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગનાં કાશ્મીર યુનિટે કહ્યું છે કે, આગામી 24 કલાકમાં વાદળછાયું આકાશ સાથે છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના છે. ઉત્તર કાશ્મીરમાં કુપવાડા-માછિલ, કુપવાડા-કેરન અને કુપવાડા-તંગધાર માર્ગો બરફના સંચયને કારણે મંગળવારે સતત બીજા દિવસે બંધ રહ્યા હતા. કુપવાડામાં સાધના ટોપ, ફુર્કિયન ટોપ અને જેડે ગલી રોડ પણ હિમવર્ષાને કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર કાશ્મીરમાં બાંદીપોરા-ગુરેજ રોડ પણ હિમવર્ષાને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે.