Not Set/ આજે કર્ણાટકમાં બંધ, નોકરીમાં આરક્ષણની માંગ

કન્નડ સમર્થિત સંગઠનોએ આજે ​​રાજ્યમાં બંધનું એલાન આપ્યું છે. સરોજિની મહિષીનાં અહેવાલને લાગુ કરવાની માંગ સાથે આ બંધનું આહવાન કરવામાં આવ્યું છે. આ અહેવાલમાં કન્નડ લોકોને ખાનગી ક્ષેત્ર અને સરકારી નોકરીઓમાં પ્રાધાન્ય આપવાની ભલામણ કરવામાં આવી છે. સ્થાનિક મીડિયાનાં જણાવ્યા અનુસાર દક્ષિણ કન્નડ જિલ્લામાં કેટલાક બદમાશોએ સરકારી બસ પર પથ્થરમારો કર્યો હતો. જોકે, શાળા-કોલેજની કોઈ […]

Top Stories India
karnataka bandh આજે કર્ણાટકમાં બંધ, નોકરીમાં આરક્ષણની માંગ

કન્નડ સમર્થિત સંગઠનોએ આજે ​​રાજ્યમાં બંધનું એલાન આપ્યું છે. સરોજિની મહિષીનાં અહેવાલને લાગુ કરવાની માંગ સાથે આ બંધનું આહવાન કરવામાં આવ્યું છે. આ અહેવાલમાં કન્નડ લોકોને ખાનગી ક્ષેત્ર અને સરકારી નોકરીઓમાં પ્રાધાન્ય આપવાની ભલામણ કરવામાં આવી છે. સ્થાનિક મીડિયાનાં જણાવ્યા અનુસાર દક્ષિણ કન્નડ જિલ્લામાં કેટલાક બદમાશોએ સરકારી બસ પર પથ્થરમારો કર્યો હતો. જોકે, શાળા-કોલેજની કોઈ સત્તાવાર રજા જાહેર કરવામાં આવી નથી.

જિલ્લા વહીવટ પરિસ્થિતિને આધારે રજા સંબંધિત નિર્ણય લઈ શકે છે. વળી, બંધને હાકલ કરનારાઓ સાથે વાત કરવા માટે સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ અપીલ કરતા સંગઠનોને કહ્યુ કે, તેમની સરકાર કન્નડ લોકોનું સમર્થન કરે છે અને સંગઠનો બંધ દરમિયાન લોકોને કોઇ પણ પ્રકારની પરેશાની ન આપે.

સરકારે એમ પણ કહ્યું છે કે તે આ રિપોર્ટને લાગુ કરવા પર કામ કરી રહી છે. યેદિયુરપ્પાએ કહ્યું છે કે, ‘જે લોકો આંદોલન કરી રહ્યા છે, જો તેઓ મારી સાથે વાત કરવા તૈયાર હોય, તો હું હંમેશાં તેમની સાથે વાત કરવા તૈયાર છું. અમે પહેલાથી જ ઘણા કામો કર્યા છે (સરોજિની મહિષી અહેવાલમાં અમલ કરવા માટે), અન્ય કયા કામો થઈ શકે છે. આ માટે હું તેમની સાથે વાત કરવા તૈયાર છું.’ બીજી તરફ, કર્ણાટક પોલીસનાં વરિષ્ઠ અધિકારી ભાસ્કર રાવનું કહેવું છે કે પ્રદર્શન માટે કોઈ મંજૂરી આપવામાં આવી નથી અને કોઈ જબરદસ્તીથી દુકાનો બંધ કરી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.