Not Set/ મેઘો મચાવશે નવરાત્રીમાં પણ ઘૂમ !! ખેલૈયાઓનાં રંગમાં પાડશે ભંગ!

રાજ્યમાંથી મેઘરાજા વિદાય લેવા માંગતા જ ન હોય તેવી સ્થિતિનું  નિર્માણ થયું છે. સામાન્ય સંજોગોમાં સેપ્ટેમ્બર મહિનાની 16 તારીખ બાદ ચોમાસાનું સમાપન થતું હોય છે. અને શિયાળાની શરૂઆતનો અણસાર વર્તાય છે. પરંતુ આ વર્ષે ચોમાસું ઓક્ટોમ્બર મહિનાની 5 તારીખ બાદ વિદાયલે તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે. અરબી સમુદ્રમાં વધું એક લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઇ […]

Top Stories Gujarat Others
rain in navratri મેઘો મચાવશે નવરાત્રીમાં પણ ઘૂમ !! ખેલૈયાઓનાં રંગમાં પાડશે ભંગ!
રાજ્યમાંથી મેઘરાજા વિદાય લેવા માંગતા જ ન હોય તેવી સ્થિતિનું  નિર્માણ થયું છે. સામાન્ય સંજોગોમાં સેપ્ટેમ્બર મહિનાની 16 તારીખ બાદ ચોમાસાનું સમાપન થતું હોય છે. અને શિયાળાની શરૂઆતનો અણસાર વર્તાય છે. પરંતુ આ વર્ષે ચોમાસું ઓક્ટોમ્બર મહિનાની 5 તારીખ બાદ વિદાયલે તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે.
અરબી સમુદ્રમાં વધું એક લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઇ રહી છે, જેના કારણે આગામી 24 કલાક દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલુંજ નહિ, પરંતુ આ વર્ષે મેઘરાજા નવરાત્રીના રંગમાં ભંગ પાડે તેવું લાગી રહ્યું છે.
rain in navratri.jpg1 મેઘો મચાવશે નવરાત્રીમાં પણ ઘૂમ !! ખેલૈયાઓનાં રંગમાં પાડશે ભંગ!
લો પ્રેશર સિસ્ટમની એસર પેહલા, બીજા અને ત્રીજા નોરતા સુધી જોવા મળશે. જેથી હવામાન વિભાગે આગામી 29, 30 અને 1લી ઓકટોબર નાં રોજ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે હવે ક્યારે મેઘરાજાની વિદાય થાય છે તે જોવું રહ્યું.
આમ તો, વરસાદની સિઝન યુવાનોની પ્રિય સિઝન ગણવામાં આવે છે. પરંતુ જો વરસાદ નવરાત્રીમાં જ આવી જાય તો, આ પ્રિય ગણાતી સિઝન સૌથી વધું પરેશાન યુવાનોને જ કરે છે. ત્યારે આ વરસે યુવાનોએ વરસાદમાં મેદાનની મજા લેવાની તૈયારી રાખવી પડે તેવી પુરી સંભાવનઓ જોવામાં આવી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.