Not Set/ CMની સમીક્ષા બેઠકનાં પડધા? સયાજી હોસ્પિટલનાં વિવાદિત સુપ્રિન્ટેન્ડેન્ટની બદલી

ગુજરાતમાં કોરોનાનો કહેર અવીરત રીતે વરસી રહ્યો છે અને તમામ પ્રયાસો બાદ પણ અટકવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે ગઇકાલે ગુજરાતમો નિયમીત રીતે બુધવારે યોજાતી કેબિનેટ બેઠક રદ્દ કરી CM અને Dy CM રાજકોટ અને વડોદરા કોરોનાની સમીક્ષા માટે દોડી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, CM વિજય રુપાણી અને Dy CM નીતિન પટેલની વડોદરા […]

Gujarat Vadodara
e46984c16091982e20b0d17bc947f788 CMની સમીક્ષા બેઠકનાં પડધા? સયાજી હોસ્પિટલનાં વિવાદિત સુપ્રિન્ટેન્ડેન્ટની બદલી

ગુજરાતમાં કોરોનાનો કહેર અવીરત રીતે વરસી રહ્યો છે અને તમામ પ્રયાસો બાદ પણ અટકવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે ગઇકાલે ગુજરાતમો નિયમીત રીતે બુધવારે યોજાતી કેબિનેટ બેઠક રદ્દ કરી CM અને Dy CM રાજકોટ અને વડોદરા કોરોનાની સમીક્ષા માટે દોડી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, CM વિજય રુપાણી અને Dy CM નીતિન પટેલની વડોદરા કોરોનાની સમીક્ષા બેઠકનાં પડધા પડી રહ્યા છે.

જી હા, વડોદરાની મહારાજા સયાજી હોસ્પિટલનાં વિવાદિત સુપ્રિન્ટેન્ડેન્ટની બદલી કરી દેવામાં આવી છે. એમ એસ હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડેન્ટ રાજીવ દેવેશ્વરની હિંમતનગર ખાતે બદલી કરાઇ છે. હવે તે હિંમતનગર GMERS કોલેજમાં ડીન તરીકે ફરજ બજાવશે.  ઉલ્લેખનીય છે કે, કોરોના વ્યવસ્થાને લઇને દેવેશ્વરે ગંભીર બેદરકારી દાખવી હતી તેવા પૂર્વે પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આ જ કારણ સાથે OSD ડો.વિનોદ રાવે સુપ્રિન્ટેન્ડેન્ટને નોટિસ ફટકારી હતી. નોટીશમાં OSD વિનોદ રાવે સાત દિવસમાં દેવેશ્વર પાસે ખુલાસો માંગ્યો હતો.  

CMની સમીક્ષા બેઠક બાદ તુરંત સુપ્રિન્ટેન્ડેન્ટની બદલી થતા લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે, સરકાર આકરા પગલા પર આવી ગઇ છે. જો કે, મેડિકલ કોલેજનાં પ્રો.આર.જી.ઐયરને હાલ વડોદરાની મહારાજા સયાજી હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડેન્ટનો ચાર્જ સોપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews