Not Set/ CM રૂપાણીની સોમનાથ મુલાકાત પૂર્વે સુરક્ષાકર્મી કોરોના પોઝિટીવ

દેશના અનેક ભાગોમાં પવિત્ર શ્રાવણ માસની શરુઆત થઇ ચૂકી છે.  ત્યારે પવિત્ર શ્રાવણ માસની શરુઆત પહેલા જ આજે સાંજે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથ મંદિરની મુલાકાતે જવાના છે. જોકે, સોમનાથ મંદિર ખાતે સી.એમ.ના આગમન પૂર્વે સોમનાથ મંદિરના સુરક્ષાકર્મીને કોરોના પોઝિટિવ આવ્યો છે. સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જણાવીએ મુખ્યમંત્રી […]

Gujarat Others
60872edddec0e2ab3d212cfff3bd3976 CM રૂપાણીની સોમનાથ મુલાકાત પૂર્વે સુરક્ષાકર્મી કોરોના પોઝિટીવ

દેશના અનેક ભાગોમાં પવિત્ર શ્રાવણ માસની શરુઆત થઇ ચૂકી છે.  ત્યારે પવિત્ર શ્રાવણ માસની શરુઆત પહેલા જ આજે સાંજે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથ મંદિરની મુલાકાતે જવાના છે. જોકે, સોમનાથ મંદિર ખાતે સી.એમ.ના આગમન પૂર્વે સોમનાથ મંદિરના સુરક્ષાકર્મીને કોરોના પોઝિટિવ આવ્યો છે. સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જણાવીએ મુખ્યમંત્રી રૂપાણીની મુલાકાત પહેલા સુરક્ષાકર્મીને કોરોના પોઝિટિવ આવતાં સોમનાથ મહાદેવ મંદિરમાં ફરજ બજાવતા અન્ય પોલીસ કર્મચારીઓના તાબડતોબ કોરોના ટેસ્ટ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આજે સાંજે CM રૂપાણી સોમનાથ જશે અને સોમનાથ દાદાનાં દર્શન કરી પૂજા કરશે તેમજ રાત્રિરોકાણ સોમનાથમાં કરી સવારે પરત ફરશે તેવી માહિતી વિદિત છે.
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.