National Unity Day/ અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે ‘રન ફોર યુનિટી’નું કરાવ્યું પ્રસ્થાન

અમદાવાદ: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી હતી.

Ahmedabad Top Stories Gujarat
YouTube Thumbnail 2023 10 31T101957.443 અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે 'રન ફોર યુનિટી'નું કરાવ્યું પ્રસ્થાન

અમદાવાદ: રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી હતી. આ અવસરે ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.

દર વર્ષે 31મી ઓક્ટોબરના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને એકતાની ઉજવણી કરવા માટે જીવનના તમામ ક્ષેત્રના લોકોને નજીક લાવીને સંવાદિતા અને એકતાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે.

ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને સન્માનિત કરવા માટે ગુજરાત સરકાર વિવિધ વય જૂથોના હજારો નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ વાળવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામા આવે છે. સમગ્ર ગુજરાતમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રન ફોર યુનિટીનુ આયોજન કરવામા આવ્યું હતું. આ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રન ફોર યુનિટીને સાબરમતી રિવર ફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શરૂ કરવામા આવી હતી. આ દોડ કુલ 4.2 કિલોમીટર અંતરની રહી હતી, જેમાં અંદાજિત 7000થી વધુ લોકો જોડાયા હતા.

આ રન ફોર યુનિટીમાં અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર, સર્વ ધારાસભ્યશ્રી તેમજ તમામ કાઉન્સિલર અને અન્ય મહાનુભાવોએ, પોલીસના જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.


whatsapp ad White Font big size 2 4 અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે 'રન ફોર યુનિટી'નું કરાવ્યું પ્રસ્થાન


આ પણ વાંચો: PM Modi-SOU/ સરદાર પટેલની જન્મજયંતિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પીએમે પુષ્પાંજલિ અર્પિત કરી

આ પણ વાંચો: Maharashtra/ મરાઠા આરક્ષણની માગ ઉગ્ર બની, NCP ધારાસભ્યો અને પૂર્વ મંત્રીના ઘરોમાં આગ ચાપી

આ પણ વાંચો: National Unity Day/ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ઉજવણી કેમ કરવામાં આવે છે? જાણો ઈતિહાસ અને મહત્વ