Ahmedabad/ CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ‘મેસેન્જર્સ ઓન સાઇકલ’ રેલીને પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ‘મેસેન્જર્સ ઓન સાઇકલ’ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. હેલન કેલરના ૧૪૪મા જન્મદિવસ નિમિત્તે…………………

Top Stories Gujarat
Image 2024 06 23T125323.336 CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે 'મેસેન્જર્સ ઓન સાઇકલ' રેલીને પ્રસ્થાન કરાવ્યું

Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ‘મેસેન્જર્સ ઓન સાઇકલ’ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. હેલન કેલરના ૧૪૪મા જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગોના સમર્થનમાં ચેરિટી રાઈડનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગો, સાઇકલિસ્ટ અને રનર્સ દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા સતત દસમા વર્ષે સહભાગી બન્યા હતા.

Image

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના એચ. એલ. કોલેજ ઑફ કૉમરસ કેમ્પસ ખાતેથી ‘મેસેન્જર્સ ઓન સાઇકલ’ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. હેલન કેલરના ૧૪૪મા જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગોના સમર્થનમાં ચેરિટી રાઈડનું આયોજન સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા નામની સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. ‘મેસેન્જર્સ ઓન સાઇકલ’નું આયોજન દસમી વખત થયું, જેમાં દિવ્યાંગોનો જુસ્સો વધારવા માટે સાઇકલીસ્ટસ અને રનર્સ મોટી સંખ્યામાં હોંશેહોંશે જોડાયા હતા. આ ઉપરાંત સામાન્ય લોકોને ડેફબ્લાઇન્ડનેસનો અનુભવ કરાવી જાગૃતિ વધારવા માટે અહીં ખાસ ડેફબ્લાઇન્ડનેસ ઝોન પણ બનાવાયો હતો.

Image

આ રેલીમાં સાઇકલિસ્ટ માટે ૧૫ કિલોમીટર અને દોડવીરો માટે પાંચ કિલોમીટરનો રૂટ નિર્ધારિત કરવામાં આવ્યો હતો. સમગ્ર રૂટ પર પાણી, હાઇડ્રેશન તથા મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડિફબલાઇન્ડનેસ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી સંસ્થા સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસરે વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકો અને મોટી સંખ્યામાં સ્વાસ્થ્યપ્રેમી નાગરિકો રેલીમાં સામેલ થયા હતા.

Image


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો: દમણનાં દરિયા કિનારે અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ

આ પણ વાંચો: અંબાલાલ પટેલે અતિભારે વરસાદની કરી આગાહી

આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 160 વિરૂદ્ધ ગુનો નોંધાયો

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે પોલિયો અભિયાનનો કરાવ્યો પ્રારંભ