Not Set/ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને લઈને CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, ગુજરાતમાં પણ કરાઇ કરમુક્ત

ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ આ જાહેરાત કરી છે.  આ સમાચાર સામે આવતા જ ફિલ્મ રસિકોએ આ નિર્ણયને આવકાર્યો હતો.

Top Stories Ahmedabad Gujarat
ધ કાશ્મીર ફાઇલ્સને

બોલિવૂડ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને લઇને ગુજરાતમાંથી મોટા સમાચાર આવ્યા છે.મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આની જાહેરાત કરવામાં આવી છે.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે, અને હવે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ આ જાહેરાત કરી છે.  આ સમાચાર સામે આવતા જ ફિલ્મ રસિકોએ આ નિર્ણયને આવકાર્યો હતો. ઘણા સિનેમાપ્રેમીઓ આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે. લોકો પણ આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. મહત્વપૂર્ણ છે કે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ 1990માં કાશ્મીર ઘાટીમાં આતંકવાદના માથું ઉંચકવાની સાથે 5 લાખ જેટલા કાશ્મીરી પંડિતોના પલાયન પર આધારીત છે.

આ ફિલ્મના રાઈટર અને ડાયરેક્શન વિવેકરંજન અગ્નિહોત્રીએ કર્યું છે. આ ફિલ્મને આઈએમડીબીમાં 9.9નું રેટિંગ મળ્યું છે. આ ફિલ્મનું અમેરિકામાં 40 જગ્યાએ રિલીઝ પહેલા પ્રીમિયર કરવામાં આવ્યું છે. આ સિવાય ન્યૂયોર્કના મેડીસન સ્ક્વેર ખાતે આ ફિલ્મનું હોર્ડિંગ દર્શાવાયું હતું. આ હોર્ડિંગ માટે અમેરિકામાં રહેતા કાશ્મીરી પંડિતોએ ફંડિંગ કર્યું હતું.

ઈન્દોરમાં ભાજપના પ્રવક્તા ઉમેશ શર્માએ લોકોને ફિલ્મ બતાવવા માટે આખું થિયેટર બુક કરાવ્યું હતું. શુક્રવારે ફિલ્મ રિલીઝ થઇ ત્યારે ઈન્દોરમાં ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ભાજપના પ્રવક્તા ઉમેશ શર્માએ તેમના માટે આખું થિયેટર બુક કરાવ્યું હતું. હાથમાં ભગવા ધ્વજ સાથે મોટી સંખ્યામાં લોકો રીગલ તિરાહા ખાતે એકઠા થયા હતા અને પછી દેશભક્તિના નારા લગાવતા થિયેટરમાં પહોંચ્યા હતા.

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ આજકાલ સતત ચર્ચામાં છે. ફિલ્મનાં માધ્યમથી વિવેક અગ્નિહોત્રીએ એ તકલીફોને પરદા પર ઉતારી છે, જે કાશ્મીરી પંડિતોએ જીવી છે. પ્રોડયૂસર અભિષેક અગ્રવાલ, નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રી અને એક્ટર પલ્લવી જોશી સહીત ધ કાશ્મીર ફાઇલ્સની ટીમે શનિવારે ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી. પીએમ નરેન્દ્ર મોદીએ ફિલ્મના વખાણ કર્યા અને ટીમની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.

ફીલ્મ્બની સ્ટોરી વર્ષ 1990માં કશ્મીરી પંડિતોનાં નરસંહાર તથા તેમની સાથે થયેલા અન્યાય વિષે છે, જેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. અભિષેક અગ્રવાલે પોતાના ટ્વીટર હેન્ડલ પર પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો શેર કરતા પોતાના દિલની વાત સોશિયલ મીડિયા પર લખી છે.

આ પણ વાંચો :પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજાને આવ્યો હાર્ટ એટેક, યુ.એન મહેતામાં કરાયા એડમિટ

આ પણ વાંચો :વડોદરામાં આઈટીએમ વોક્લ યુનિવર્સિટીના બસ ચાલકની બેકરકા, જુઓ આ વીડિયો

આ પણ વાંચો : સુરતમાં ત્રણ આપઘાતની ઘટના બની, કારણ જાણીને રહી જશો દંગ

આ પણ વાંચો :ગુજરાતમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો ઉચકાશે, ચામડી દઝાડતી પડી શકે ગરમી