Political/ CM કેજરીવાલે પંજાબમાં ચૂંટણી વચનોની કરી જાહેરાત, વિજળી બાદ હવે મળશેે મફત સારવાર

લુધિયાણામાં મુખ્યમંત્રી કેજરીવાલે પંજાબની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું હતુ અને આરોગ્ય ક્ષેત્રને લઈને રાજ્યનાં લોકોને 6 મોટા વચનો આપ્યા હતા.

Top Stories India
11 297 CM કેજરીવાલે પંજાબમાં ચૂંટણી વચનોની કરી જાહેરાત, વિજળી બાદ હવે મળશેે મફત સારવાર

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબનાં પ્રવાસે છે. લુધિયાણામાં મુખ્યમંત્રી કેજરીવાલે પંજાબની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું હતુ અને આરોગ્ય ક્ષેત્રને લઈને રાજ્યનાં લોકોને 6 મોટા વચનો આપ્યા હતા. જેમા, ચૂંટણી જીત પછી, પંજાબનાં લોકોને મફત સારવાર, દવાઓ અને ટેસ્ટનું વચન આપવામાં આવ્યું છે. આ સાથે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પાર્ટી ટૂંક સમયમાં પંજાબમાં તેના મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરશે. આ પહેલા અરવિંદ કેજરીવાલે પંજાબનાં લોકોને મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું.

આ પણ વાંચો –  વરસાદ / રાજ્યનાં 209 તાલુકામાં મેઘમહેેર, જૂનાગઢનાં વિસાવદરમાં નોંધાયો સૌથી વધુ 12 ઇંચ વરસાદ

પંજાબમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ યોજીને પંજાબમાં ચૂંટણી વચનોની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે જો અમારી સરકાર પંજાબમાં બને તો અમે 300 યુનિટ વીજળી મફતમાં આપીશું, અમે દિલ્હીમાં આ કર્યું છે. અમે 24 કલાક વીજળી આપીશું, અમે દિલ્હીમાં કર્યુ છે. કેજરીવાલે કહ્યું કે, આજથી 5 વર્ષ પહેલા પંજાબનાં લોકોએ આશા રાખીને કોંગ્રેસની સરકાર બનાવી હતી પરંતુ આજે સરકારનાં નામનું કશું દેખાતું નથી. તેઓએ સરકારનો તમાશો બનાવ્યો અને સત્તા માટે ગંદી લડાઈ ચાલી રહી છે. તેમનો દરેક નેતા મુખ્યમંત્રી બનવા માંગે છે. લોકોને ચિંતા છે કે ક્યાં જવું. પત્રકારોએ પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલને પૂછ્યું કે, નવજોત સિંહ સિદ્ધુ આમ આદમી પાર્ટીમાં આવશે? આ માટે તેમણે કહ્યું કે, આ એક અનુમાનિત પ્રશ્ન છે. પાર્ટી ટૂંક સમયમાં પંજાબમાં મુખ્યમંત્રીનાં ચહેરાની જાહેરાત કરશે.

– કેજરીવાલે આરોગ્ય સેવાઓની 6 ગેરંટી આપી

  • પંજાબનાં દરેક વ્યક્તિને મફત અને સારી સારવાર
  • પંજાબમાં તમામ સારવાર, ટેસ્ટ, દવા મફત, 20 લાખ રૂપિયાનું ઓપરેશન પણ વિનામૂલ્યે કરવામાં આવશે.
  • પંજાબનાં દરેક વ્યક્તિને હેલ્થ કાર્ડ આપવામાં આવશે. જેમાં એમઆરઆઈ, એક્સ-રે વગેરે જેવા તમામ રિપોર્ટ હશે.
  • પંજાબમાં મોહલ્લા ક્લિનિકની તર્જ પર પિંડ ક્લિનિક્સ, તેમની કુલ સંખ્યા 16 હજાર હશે
  • પંજાબની તમામ સરકારી હોસ્પિટલોને સારી અને વૈભવી બનાવવામાં આવશે, નવી હોસ્પિટલો મોટા પાયે ખોલવામાં આવશે.
  • જો કોઈ વ્યક્તિનું પંજાબમાં માર્ગ અકસ્માત થાય છે, તો આપ સરકાર તેને મફત સારવાર આપશે.

આ પણ વાંચો – Covid-19 / દેશમાં આજે એકવાર ફરી કોરોનાનાં કેસમાં નોંધાયો વધારો, Recovery Rate વધ્યો

પંજાબનાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ પર કટાક્ષ કરતા દિલ્હીનાં મુખ્યમંત્રીએ કહ્યું કે, કેજરીવાલનું અનુકરણ કરવું સહેલું છે પરંતુ વસ્તુઓને ચલાવવી મુશ્કેલ છે, તેના માટે સાહસ અને હિંમત જોઇએ. કેજરીવાલે દાવો કર્યો હતો કે, દિલ્હીમાં પ્રથમ વખત AAP સરકારની રચના બાદ ઘણા દાગી અધિકારીઓને હટાવી દેવામાં આવ્યા હતા, જ્યારે પંજાબમાં દાગીઓને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે. કેજરીવાલે કહ્યું કે, આજથી 5 વર્ષ પહેલા પંજાબનાં લોકોએ આશા સાથે કોંગ્રેસની સરકાર બનાવી હતી, પરંતુ આજે સરકારનું નામ દેખાતું નથી. તેઓએ સરકારનો તમાશો બનાવ્યો છે અને અહી સત્તા માટે ગંદી લડાઈ ચાલી રહી છે. તેમનો દરેક નેતા મુખ્યમંત્રી બનવા માંગે છે. લોકો ચિંતામાં છે કે ક્યાં જવું.