Not Set/ દિલ્હીવાસીઓને CM કેજરીવાલની ભેટ, પેટ્રોલ કર્યુ 8 રૂપિયા સસ્તું

દેશમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારાનાં કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે હવે જો પેટ્રોલનાં ભાવમાં ઘટાડો કરવો તે એક માસ્ટરસ્ટ્રોક સાબિત થઇ શકે છે.

Top Stories India
કેજરીવાલ સરકારે પેટ્રોલનાં ભાવમાં કર્યો ઘટાડો
  • દિલ્હીમાં પેટ્રોલ 8 રૂપિયા સસ્તું થયું
  • દિલ્હી સરકારે પેટ્રોલ પર વેટ ઘટાડયો
  • કેજરીવાલ સરકારે વેટ ઘટાડયો
  • દિલ્હીવાસીઓને મોટી રાહત

દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે તમામ પાર્ટીઓ મતદાતાઓને પોતાની તરફ ખેંચવા માટે પૂરજોર પ્રયત્ન કરી રહી છે. આ વચ્ચે દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઇએ કે, દિલ્હીવાસીઓને CM કેજરીવાલ સરકારે એક મોટી ભેટ આપી છે.

આ પણ વાંચો – જમ્મુ-કાશ્મીર / પુલવામામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, અથડામણમાં બે આતંકવાદીઓને કર્યા ઠાર

આપને જણાવી દઇએ કે, દેશમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારાનાં કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે હવે જો પેટ્રોલનાં ભાવમાં ઘટાડો કરવો તે એક માસ્ટરસ્ટ્રોક સાબિત થઇ શકે છે. જે હવે દિલ્હી સરકારે કરી બતાવ્યુ છે. જી હા, જનતાને રાહત આપતા દિલ્હી સરકારે પેટ્રોલનાં ભાવમાં ઘટાડો કર્યો છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં વેટ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે બાદ એક લિટર પેટ્રોલ આઠ રૂપિયા સસ્તું થયું છે. બેઠકમાં દિલ્હી સરકારે પેટ્રોલ પર વેટ 30 ટકાથી ઘટાડીને 19.40 ટકા કર્યો છે. આ પછી આજે રાતથી પેટ્રોલની કિંમતમાં આઠ રૂપિયાનો ઘટાડો થશે. પેટ્રોલનાં નવા ભાવ આજે મધરાતથી લાગુ થશે. જણાવી દઈએ કે હાલમાં જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક કાર્યક્રમ દરમિયાન વેટ ઘટાડવાનો સંકેત આપ્યો હતો. આપને જણાવી દઈએ કે, કેન્દ્રની મોદી સરકારે દેશવાસીઓને દિવાળીની મોટી ભેટ આપતા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી. જેના કારણે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં રૂ.5 અને 10નો ઘટાડો થયો હતો. કેન્દ્ર સરકારનાં આ નિર્ણય બાદ ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પણ વેટમાં ઘટાડો કરીને જનતાને રાહત આપી છે. વળી, દિલ્હી સરકારે પણ વેટમાં ઘટાડો કરીને દિલ્હીનાં લોકોને મોટી રાહત આપી છે.

આ પણ વાંચો – વરસાદ / મુંબઈ સહિત દેશનાં પશ્ચિમી વિસ્તારમાં વરસાદને લઇને હવામાન વિભાગની જાણો શું છે આગાહી

જો કે, હજુ પણ ઘણા રાજ્યો એવા છે, જેમણે વેટમાં કોઈ કપાત કરી નથી. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, બંગાળ, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, ઝારખંડ, છત્તીસગઢ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. આ રાજ્યોએ અત્યાર સુધી કોઈપણ પ્રકારનો વેટમાં ઘટાડો કર્યો નથી. આપને જણાવી દઈએ કે, મોદી સરકાર પર પણ તેલની કિંમતો ઘટાડવાનું દબાણ હતું. આવી સ્થિતિમાં દેશવાસીઓને મોટી રાહત આપતા સરકારે તેલની કિંમતોમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.