Not Set/ ગૃહમંત્રીએ બોલાવેલી ખાસ બેઠકમાં નક્સલ પ્રભાવિત તમામ રાજ્યોનાં CM રહ્યા હાજર

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહએ નક્સલવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનની પ્રગતિ અને માઓવાદ/નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં કરવામાં આવી રહેલા વિકાસ મામલે પહેલની સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં તમામ નક્સલવાદી હિંસાથી પ્રભાવિત રાજ્યોનાં મુખ્ય મંત્રી હાજર રહ્યા હતા. બેઠકમાં છત્તીસગ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ, મધ્ય પ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથ, યુપીનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, ઓડિસાનાં મુખ્યમંત્રી નવીન પટનાયક અને […]

Top Stories India
nakshal meet ગૃહમંત્રીએ બોલાવેલી ખાસ બેઠકમાં નક્સલ પ્રભાવિત તમામ રાજ્યોનાં CM રહ્યા હાજર
અમિત શાહે ગૃહ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યાનાં લગભગ ત્રણ મહિના પછી, આ પ્રકારની પહેલી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અર્ધલશ્કરી દળો અને ગૃહ મંત્રાલયનાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ
ગૃહ મંત્રાલયના એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે ગૃહ પ્રધાન સોમવારે નક્સલવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનની પ્રગતિ અને માઓવાદી અસરગ્રસ્ત વિસ્તારોમાં કરવામાં આવતી કાર્યોની પહેલીવાર સમીક્ષા બેઠક યોજશે. દસ માઓવાદી પ્રભાવિત રાજ્યોમાં છત્તીસગ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, તેલંગણા, આંધ્ર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. 

ગૃહ મંત્રાલયનાં આંકડા મુજબ, નકસલી હિંસામાં 2009-13 દરમિયાન કુલ 8,782 કેસ થયા હતા, જ્યારે 2014-18 દરમિયાન 4,969 કેસ નોંધાયા હતા, જેમાં 43.4 ટકાનો ઘટાડો થયો હતો. મંત્રાલય અનુસાર, સલામતી કર્મચારીઓ સહિત 2009-13 દરમિયાન કુલ 3,326 લોકોનાં મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે 2014-18 દરમિયાન ઘટી 1,321 થયાં છે.

2009 થી 2018 ની વચ્ચે કુલ 1,400 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં દેશભરમાં નક્સલવાદી હિંસાનાં 310 બનાવો બન્યા છે, જેમાં 88 લોકોનાં મોત નીપજ્યાં છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.