Not Set/ CM રૂપાણીની 20-20 બેટિંગ : વર્ષ ૨૦૨૦નાં પ્રથમ બે માસમાં જ ૮ નગર યોજનાઓને મંજૂરી

વિજયભાઈ રૂપાણીએ અમદાવાદની ૨ ડ્રાફ્ટ TP તથા ૨ ફાઈનલ TP તેમજ અમદાવાદ-મહેસાણા અને ભાવનગરની ૧-૧ એમ ૩ પ્રિલિમરી TP મળી કુલ ૭ તથા વિજાપુર નગરનાં ડેવલપમેન્ટ પ્લાનને એક જ દિવસમાં આખરી મંજૂરી આપી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતનાં ઈતિહાસમાં સૌ પ્રથમ વખત વર્ષ ૨૦૧૮-૧૯માં નગર રચના યોજનાઓ મંજૂર કરવાની સદી ફટકાર્યા બાદ ૨૦૨૦માં પણ આવી મંજૂરીની […]

Uncategorized
rupani CM રૂપાણીની 20-20 બેટિંગ : વર્ષ ૨૦૨૦નાં પ્રથમ બે માસમાં જ ૮ નગર યોજનાઓને મંજૂરી

વિજયભાઈ રૂપાણીએ અમદાવાદની ૨ ડ્રાફ્ટ TP તથા ૨ ફાઈનલ TP તેમજ અમદાવાદ-મહેસાણા અને ભાવનગરની ૧-૧ એમ ૩ પ્રિલિમરી TP મળી કુલ ૭ તથા વિજાપુર નગરનાં ડેવલપમેન્ટ પ્લાનને એક જ દિવસમાં આખરી મંજૂરી આપી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતનાં ઈતિહાસમાં સૌ પ્રથમ વખત વર્ષ ૨૦૧૮-૧૯માં નગર રચના યોજનાઓ મંજૂર કરવાની સદી ફટકાર્યા બાદ ૨૦૨૦માં પણ આવી મંજૂરીની સદી તરફ વિકાસકૂચ જારી રાખી છે.

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પારદર્શીતા અને નિર્ણાયકતા સાથે નવી અથવા વર્ષો જૂની એમ કોઈપણ TP સ્કીમને ત્વરીત નિર્ણય તેમજ હકારાત્મક અભિગમ સાથે મંજૂરી આપવાની અભિનવ પહેલ કરી છે. રૂપાણી સરકારનાં રાજમાં જે ઝડપે ડ્રાફ્ટ સ્કીમને મંજૂરી આપવામાં આવે છે તે જ ઝડપે આ ડ્રાફ્ટ સ્ક્રીમ પૂર્ણ થાય તે માટેની કાર્યવાહી કરવામાં આવે છે. TPમાં વિશેષ કરીને રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝનું અમલીકરણ થાય તેવી સૂચનાઓ પણ મુખ્યમંત્રીશ્રી સંબંધિત વિભાગ-અધિકારીઓને આપી નગર યોજનાઓ પર સીધી દેખરેખ રાખતા હોય છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નગરોના સુગ્રથિત વિકાસની પ્રતિબદ્ધતા સાથે વર્ષ  ૨૦૨૦ના પ્રથમ બે માસમાં જ  ૭  TP અને ૧ ફાઈનલ  DP યોજનાઓ અને વિજાપુર ડેવલપમેન્ટ પ્લાન સહિત  કુલ ૮  યોજનાઓ મંજૂર કરી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં સતત બે વર્ષમાં નગર યોજનાઓ મંજૂર કરવાની સદી નોંધાવી હતી. ગુજરાત રાજ્યનાં ઈતિહાસમાં સૌ પ્રથમ વખત સો નગર યોજનાઓને મંજૂરી આપ્યા બાદ હવે વર્ષ ૨૦૨૦માં પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નગર યોજનાઓને ત્વરિત મંજૂરી આપવાની વિકાસકૂચ ચાલુ રાખી છે. મુખ્યમંત્રીશ્રીએ TP-DPમાં ઝિરો પેન્ડન્સીનો લક્ષ્ય રાખવાની વિભાગને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદની ૨ ડ્રાફ્ટ TP તથા ૨ ફાઈનલ TP તેમજ અમદાવાદ-મહેસાણા અને ભાવનગરની ૧-૧ એમ ૩ પ્રિલિમરી TP મળી કુલ ૭ તથા વિજાપુર નગરનાં ડેવલપમેન્ટ પ્લાનને એક જ દિવસમાં આખરી મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદની ૨ ડ્રાફ્ટ TP સ્કીમ ૪૧૮ (ગામડી-રોપડા) તેમજ TP ૧૫૨ (સાંતેજ-રકનપુર) અને ફાઈનલ TP સ્કીમ ૫૩ (બી) શીલજ અને ૧૦૩ (નિકોલ)ને  મંજૂરી આપી છે.  વિજયભાઈ રૂપાણીએ લાંબા સમયથી અટવાયેલી મહેસાણાની પ્રિલિમીનરી TP સ્ક્રીમ નં.૪, અમદાવાદની પ્રિલમીનરી ૮૮ (વટવા-ર) તથા ભાવનગર શહેરની TP  સ્ક્રીમ નં-૯ (રૂવા) પણ મંજૂર કરી છે.

તેમણે શહેરોનાં અદ્યતન અને સુવિધાયુક્ત વિકાસને વેગ આપવા  અમદાવાદની ૨ ડ્રાફ્ટ TP સ્કીમ ૪૧૮ અને ૧૫૨ મંજૂર કરી છે. જેના પરીણામે અમદાવાદ શહેરથી પ્રમાણમાં દૂરના ગામો ગામડી, રોપડા, સાંતેજ અને રકનપુરમાં પણ સુઆયોજીત વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રચર ફેસેલિટીઝનો લાભ મળશે. આશરે ૨૦૦ હેક્ટરની આ ૨ TPમાં સત્તામંડળને કુલ ૭૧ જેટલા જાહેર હેતુના પ્લોટ મળશે. બાગબગીચા અને ખૂલ્લી જગ્યા માટે ૧ લાખ ૫૪ હજાર ચો.મીટર તથા સામાજીક અને નબળા વર્ગના રહેઠાણ માટે ૮૮૮૫૩ ચો.મીટર જમીન પ્રાપ્ત થવાની છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદની પ્રિલિમરી TP સ્ક્રીમ નં.૮૮ (વટવા-ર) મંજૂર કરતા વટવા વિસ્તારમાં સત્તામંડળને જાહેર હેતુ માટે કુલ ૧૧૫૧૨૧ ચો.મીટર ક્ષેત્રફળના કુલ ર૬ પ્લોટ સંમ્પ્રાપ્ત થશે. મુખ્યમંત્રીશ્રીએ મહેસાણા શહેરની પ્રિલિમરી TP સ્ક્રીમ નં.૪ને આપેલી મંજૂરીને પરિણામે આશરે ૧૦૦ હેકટર વિસ્તારમાં જાહેર સુવિધા માટે ૨૨૯૨૩ ચો.મીટર તેમજ બાગબગીચા અને રમત-ગમતના મેદાન માટે ૩૦૮૦૮ ચો.મીટર અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે ૫૭૪૭૩ ચો.મીટર જમીન પ્રાપ્ત થવાની છે.  વિજયભાઈ રૂપાણીએ સૌરાષ્ટ્રના ભાવનગર શહેરની પ્રિલિમીનરી TP સ્ક્રીમ નં. ૯ (રૂવા) મંજૂર કરી છે, આથી ભાવનગર શહેરમાં ૧૦૦ હેકટર વિસ્તારમાં જાહેર સુવિધા માટે ૧૭૮૧૫ ચો.મીટર બાગ-બગીચા અને રમત-ગમતના મેદાન માટે ૨૫૮૦ ચો.મીટર અને આર્થિક રીતે નબળા વર્ગના લોકના રહેઠાણ માટે ૩૩૨૮૮ ચો.મીટર જમીન પ્રાપ્ત થશે. ઉલ્લેખનીય કે, આ પ્રિલિમરી સ્કીમ મંજૂર થવાથી સંબંધિત સત્તામંડળ તેને જાહેર સુવિધા માટે સંમ્પ્રાપ્ત થતા પ્લોટમાં તાત્કાલિક કબજો મેળવીને વિકાસ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.