Election/ CM રૂપાણીએ રાજકોટમાં કર્યુ મતદાન, માસ્ક સીલ્ડ પહેરતા મળ્યા જોવા

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ થઈ રહી છે. ત્યારે CM વિજયભાઇ રૂપાણી મતદાન કરવા રાજકોટ પહોંચી ગયા છે….

Gujarat Rajkot

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ થઈ રહી છે. ત્યારે CM વિજયભાઇ રૂપાણી મતદાન કરવા રાજકોટ પહોંચી ગયા છે. આપને જણાવી દઇએ કે, CM રૂપાણીએ કોરોનાને મ્હાત આપી છે. CM રૂપાણીનો RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જણાવી દઇએ કે, તેઓ મતદાન કરવા માટે રાજકોટ પહોંચ્યા હતા અને પોતાનો મતાધિકારોનો ઉપયોગ કર્યો હતો.

Covid-19 / બાબા રામદેવનાં કોરોનિલનાં દાવા પર WHO એ જાણો શું કર્યુ ટ્વીટ

CM રૂપાણીએ રાજકોટમાં પહોંચી પોતાના મતાધિકારોનો ઉપયોગ કર્યો હતો. CM ખાસ માસ્ક સીલ્ડ સાથે જોવા મળ્યા હતા. CM રૂપાણીએ રાજકોટનાં અનિલ જ્ઞાન મંદિર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અહી PPE કીટ સાથે સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો.

Election / CM રૂપાણીએ કોરોનાને આપી મ્હાત, રાજકોટમાં સાંજે પાંચ વાગ્યે કરશે મતદાન

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7 ના ટકોરે મતદાનની શરૂઆત થઈ ગઈ છે. મતદાતાઓ વહેલી સવારે જ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતાં. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. 23 તારીખે મતગણતરી યોજાશે.

સાંજે 5.40 કલાકે કેટલુ થયુ મતદાન?

અમદાવાદ  –  32.0 %

સુરત           –  37.0 %

રાજકોટ      –  44.0 %

જામનગર    –  45.0 %

ભાવનગર   –   44.0 %

વડોદરા      –   41.0 %

Election / મનપા ચૂંટણીમાં બપોર સુધીમાં પાંખું  મતદાન, નેતાઓની વધી ચિંતા

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ