Controversy/ નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે CMનું નિવેદન : લોકોને જે ખાવું હોય તે ખાઈ શકે છે

લોકોને જે ખાવું હોય તે ખાઈ શકે છે. વેજ-નોનવેજનો કોઇ પ્રશ્ન છે જ નહીં. લારીમાં વેચાતો ખાદ્ય પદાર્થ હાનિકારક ન હોય.

Gujarat Others
KORONA 1 નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે CMનું નિવેદન : લોકોને જે ખાવું હોય તે ખાઈ શકે છે

હાલમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઇંડાની લારીઓ હટાવવા બાબતે જુંબેશ ચાલી રહી છે. ત્યારે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અંગે એક ચોકાવનારું નિવેદન આપ્યું છે. આણંદ ખાતે ભાજપના સ્નેહ મિલન સમારોહમાં હાજરી આપી ભાષણમાં જણાવ્યુ હતું કે, લોકોને જે ખાવું હોય તે ખાઈ શકે છે. વેજ-નોનવેજનો કોઇ પ્રશ્ન છે જ નહીં. લારીમાં વેચાતો ખાદ્ય પદાર્થ હાનિકારક ન હોય. હાનિકારક લારીઓને હટાવવામાં આવશે. સાથે ટ્રાફિકમાં અડચણરૂપ લારીઓને પણ દૂર કરવામાં આવશે. લારીઓ ઉપર વેચતો ખોરાક  સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોવો જોઈએ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, હું કાર્યકરો સાથે રહેનારો છું. ઓફિસમાં બેઠા બેઠા કંઈ ખબર પડતી નથી. કાર્યકર્તાઓ કામમાં અવ્વલ થઈ ગયા છે. કોરોના સમયે ભાજપ કાર્યકરો ખડેપગે રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આજ રોજ અમદાવાદ મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ઈંડા અને નોનવેજ ની લારીઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી. અને શહેરમાં આવેલી ઘણી લારીઓને બંધ કરવવામાં આવી હતી.

જ્યારે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે, નોનવેજ કે વેજ તમામ લારીના દબાણ હટવા જોઇએ. ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી. અને રોડ પર લારીનું દબાણ એ લેન્ડ ગ્રેબિંગ સમાન છે. તેઓએ કહ્યું કે લારીઓના ધુમાડાથી લોકોને નુકસાન થાય છે.

 

સહાયમાં અવ્યવસ્થા / કોરોના સહાયના ફોર્મ મેળવવામાં ધાંધિયા, નાગરિકોને ફોર્મ ન મળતા ભારે હાલાકી

National / દેશભરમાં હવે 24 કલાક પોસ્ટમોર્ટમ થશે, કેન્દ્રીય આરોગ્યમંત્રીની ટ્વીટ દ્વારા જાહેરાત

Vaccination / વેક્સિનને લઈ AMCનો મહત્વનો નિર્ણય, હવે ખાનગી મિલકતોમાં વેક્સિન સર્ટી. ચેક કરાશે