Ahmedabad News: લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel)ની 150મી જન્મજયંતિએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી માર્ચ અને એકતા શપથનું આયોજન કરવામાં આવેલ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel) લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ (150th Birth Anniversary) પ્રસંગે 31 ઑક્ટોબર, શુક્રવારે અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત ‘સરદાર @150 યુનિટી માર્ચ’નું પ્રસ્થાન કરાવશે.
‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંદેશને વધુ મજબૂત કરવા આ યુનિટી માર્ચનું આયોજન કરાયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નારણપુરાની સરદાર પટેલ કોલોનીમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસેથી સવારે 7:30 વાગ્યે યુનિટી માર્ચ (Unity March)નું પ્રસ્થાન કરાવશે.
આ યુનિટી માર્ચ નારણપુરા સરદાર પટેલ કોલોનીથી શરૂ થઈ સરદાર પટેલ સ્ટેડિયમ રોડ, સી.જી. રોડ થઈને આશ્રમ રોડ પરની મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થશે.
અમદાવાદના મેયર પ્રતિભા જૈન, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શના વાઘેલા, સાંસદો, ધારાસભ્યો, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, દંડક શીતલ ડાગા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, કોર્પોરેટરો, નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ તથા રમતપ્રેમીઓ વગેરે યુનિટી માર્ચ અને એકતા શપથ ના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એકતાના શપથ લેવડાવતા ગૃહપ્રધાન
