Bihar/ CM યોગીએ રોહતાસમાં જનતાને કહ્યું- જો અમારી સરકાર બનશે તો MLA તમને અયોધ્યા દર્શન કરાવશે

જો સરકાર બને છે તો તમારા ધારાસભ્યો તમને દર્શન માટે અયોધ્યા લઈ જશે : યોગી આદિત્યનાથ

Top Stories India
popular 14 CM યોગીએ રોહતાસમાં જનતાને કહ્યું- જો અમારી સરકાર બનશે તો MLA તમને અયોધ્યા દર્શન કરાવશે

બિહારમાં વિધાનસભાની ચૂંટણી પ્રચારનું કાર્ય જોરશોરથી શરુ થઈ ચુક્યું છે.  યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારથી બિહારમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કાર્ય છે. કૈમૂર અને અરવાલ પછી સીએમ યોગીએ રોહતાલ જિલ્લાના કારકટ વિધાનસભા મતક્ષેત્રમાં એક રેલી યોજી હતી.

સીએમ યોગીએ રેલીમાં અયોધ્યાનો ઉલ્લેખ કર્યો હતો. યોગીએ કહ્યું કે અમે રામ મંદિર બનાવવાનું વચન પૂરું કર્યું છે. હવે જો ભાજપ-જેડીયુની સરકાર બને છે તો તમારા ધારાસભ્યો તમને દર્શન માટે અયોધ્યા લઈ જશે.

સીએમ યોગીએ કોંગ્રેસ અને આરજેડી ગઠબંધનની પણ ટીકા કરી હતી. યોગીએ કહ્યું કે કોંગ્રેસ-આરજેડીને પણ બિહારમાં શાસન કરવાની તક મળી, તેઓને પૂછવું જોઈએ કે કેટલા લોકોને મકાનો આપવામાં આવ્યા, કેટલા ગેસ કનેક્શન આપવામાં આવ્યા, કેટલા ગરીબ લોકો ને રાશન મળ્યું. લાલુ પરિવાર પર પ્રહાર કરતા યોગીએ કહ્યું કે તેમનો પરિવાર જ પક્ષ છે અને પાર્ટી જ બિહાર છે. યોગીએ કહ્યું કે કોંગ્રેસ માટે ગાંધી પરિવાર અને આરજેડી માટે લાલુ પરિવાર જ દેશ અને બિહાર છે.

Gandhinagar / ખેડૂતો આનંદો..!! હવેથી દિવસે વીજળી આપવાની ઉર્જામંત્રીની જાહેરાત…

Navratri / સ્કંદ માતાની ઉપાસના કરવાથી ભક્તની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે…

madhyapradesh / ઈમરતી દેવી અંગે કમલનાથની ટિપ્પણીથી નારાજ રાહુલ ગાંધીએ કહ્યું- મને આ પ્રકારની ભાષ…

આતંકવાદીઓ ઘૂસીને મારી નાખશે

તે જ સમયે, પાકિસ્તાન અને આતંકવાદ પર બોલતા સીએમ યોગીએ કહ્યું કે અમે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ  37૦ હટાવવાનું કામ કર્યું છે. હવે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ ભારતીય જવાનો પર હુમલો કરવાનું વિચારશે નહીં. કારણ કે હવે તેઓ પાકિસ્તાનમાં પ્રવેશ કરશે અને તેમની હત્યા કરશે. યોગીએ અગાઉ પણ કહ્યું હતું કે આતંકવાદીઓ જાણે છે કે હવે હુમલો કરવામાં આવે તો રામ-નામ સત્ય જ થશે.

ધારાસભ્ય અયોધ્યા લઇ જશે.

સીએમ યોગીએ રેલીમાં લોકોને કહ્યું હતું કે જ્યારે હું લોકસભા ચૂંટણી પ્રચાર માટે આવ્યો ત્યારે લોકો પૂછતા હતા કે રામ મંદિર ક્યારે બનશે, કૃપા કરીને તારીખ જણાવો. આજે હું તારીખ જણાવી રહ્યો છું, 5 ઓગસ્ટે પીએમ મોદીએ અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કર્યો છે. એમ કહીને સીએમ યોગીએ જનતાને પૂછ્યું કે હવે તમે ખુશ છો. અમે અમારું વચન પૂર્ણ કર્યું છે અને હવે તમે મત આપો અને ભાજપ અને જેડીયુની સરકાર બનાવીશું. જો સરકાર બને છે તો તમારા ધારાસભ્યો તમને દર્શન માટે અયોધ્યા લઈ જશે.