અવસાન/ ભારતના દિગ્ગજ ક્રિકેટરોને કોંચિગ આપનાર કોચ વાસુ પરાંજપેનું 82 વર્ષે નિધન

વાસુ પરાંજપે 82 વર્ષની વયે મુંબઈના માટુંગામાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેઓ થોડા સમયથી પાર્કિન્સન રોગથી પીડાતા હતા.

Sports
cricketer ભારતના દિગ્ગજ ક્રિકેટરોને કોંચિગ આપનાર કોચ વાસુ પરાંજપેનું 82 વર્ષે નિધન

ભારતીય ક્રિકેટના પ્રખ્યાત કોચ વાસુ પરાંજપે ફાની ધુનિયાને અલવિદા કહી દીધું છે.તેમણે  સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર, સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ક્રિકેટરોનું કોચિંગ આપ્યું હતું   વાસુ પરાંજપે 82 વર્ષની વયે મુંબઈના માટુંગામાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેઓ થોડા સમયથી પાર્કિન્સન રોગથી પીડાતા હતા.વાસુ કોચિંગ પહેલા ક્રિકેટના મેદાનમાં હાથ અજમાવ્યો હતો. તેમણે મુંબઈ માટે 28 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. આ દરમિયાન તેમણે બે સદીઓ અને અડધી સદીની મદદથી 785 રન બનાવ્યા હતા.

 

 

 

વાસુ તેમના કોચિંગ માટે વધુ પ્રખ્યાત બન્યા હતા. તેમણે શરૂઆતના દિવસોમાં સચિન, ગાવસ્કર અને વેંગસરકર જેવા દિગ્ગજોને ક્રિકેટરોને કોચિંગ આપી હતી અને તેમની ટેકનીકમાં સુધારો કરવામાં પણ મદદ કરી હતી. વાસુ 80 ના દાયકામાં બીસીસીઆઈના કોચિંગ ડિરેક્ટર પણ હતા.પરંજપેના નિધનથી ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સંજય માંજરેકરથી અનિલ કુંબલે સુધીના સ્ટાર ક્રિકેટરોએ શ્રદ્ધાંજલિ આપી અને તેમના યોગદાનને યાદ કર્યું હતું.