IND VS WI/ વેસ્ટ ઈન્ડિઝની ટીમ વિવાદોમાં ઘેરાઇ, ટીમમાં પરસ્પર ખેંચતાણ શરૂ

ભારતનાં પ્રવાસ પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમ વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે. વેસ્ટ ઈન્ડિઝનાં સ્થાનિક મીડિયા અનુસાર, કિરન પોલાર્ડનાં નેતૃત્વમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં પરસ્પર ખેંચતાણ શરૂ થઈ ગઈ છે.

Sports
11 2022 01 29T095713.524 વેસ્ટ ઈન્ડિઝની ટીમ વિવાદોમાં ઘેરાઇ, ટીમમાં પરસ્પર ખેંચતાણ શરૂ

ભારતનાં પ્રવાસ પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમ વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે. વેસ્ટ ઈન્ડિઝનાં સ્થાનિક મીડિયા અનુસાર, કિરન પોલાર્ડનાં નેતૃત્વમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં પરસ્પર ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. જો કે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે આ તમામ અહેવાલોને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે, આ માત્ર વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટને બદનામ કરવાનું ષડયંત્ર છે. વેસ્ટ ઈન્ડિઝ હાલમાં ઈંગ્લેન્ડ સામે 5 મેચોની T20 શ્રેણીમાં ભાગ લઈ રહ્યું છે.

આ પણ વાંચો – PSL 2022 / શોએબ મલિકની ધમાકેદાર બેટિંગનાં દમ પર Peshawar Zalmi એ 5 વિકેટે જીતી મેચ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટનાં કેટલાક ખેલાડીઓ ટીમમાં સ્થાનને લઈને પરેશાન થઈ રહ્યા છે. જમૈકાએ આ મુદ્દે કેટલાક ટેક્સ્ટ મેસેજ અને વૉઇસ નોટ્સ પણ આગળ મૂકી છે. ટીમનાં કેટલાક ખેલાડીઓ પર જાણી જોઈને પરેશાન કરવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટમાં આ ઉથલપાથલ ભારત પ્રવાસ પર આવતા પહેલા તેમની ભાવનાઓને નબળી પાડી શકે છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે આ તમામ અહેવાલો પર પોતાનો પક્ષ આપતા કહ્યું કે આ બધી વાતો માત્ર અફવા છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ અને વાઇસ નોટ વિશે કેટલાક મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયાની વાતોથી વાકેફ છીએ, આ અહેવાલો સૂચવે છે કે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટમાં ખેલાડીઓ વચ્ચે અણબનાવ છે. પરંતુ તેમાં કોઈ સત્ય નથી. આ બધી બાબતો અને ટીમનાં કેપ્ટન અને ખેલાડીઓ વચ્ચે કોઈપણ પ્રકારનો અણબનાવ નથી.

આ પણ વાંચો – U19 World Cup / બાંગ્લાદેશ સામેનાં મુકાબલામાં ભારત પાસે આજે હિસાબ બરાબર કરવાની તક

વેસ્ટ ઈન્ડિઝ હાલમાં ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની T20I શ્રેણી રમી રહ્યું છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમની અંદરથી ઉદ્ભવતા આવા સમાચાર ટીમના આગળના મોટા પ્રવાસો પર પણ થોડી અસર કરી શકે છે. T20I શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝ 2-1થી આગળ છે. ભારતીય ટીમ સામે વેસ્ટ ઈન્ડિઝને વધુ સારી ટીમ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ સમાચાર ચોક્કસપણે ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનું કારણ બની ગયા છે.