Not Set/ #WT20 : ઈંગ્લેંડને હરાવી ઓસ્ટ્રેલિયા ચોથીવાર બન્યું વર્લ્ડ ચેમ્પિયન

એન્ટીગા, વેસ્ટ ઇન્ડીઝમાં રમાઈ રહેલા મહિલા ટી-૨૦ વર્લ્ડકપના ફાઈનલ મુકાબલામાં જીત મેળવી ઓસ્ટ્રેલિયા વધુ એકવાર ચેમ્પિયન બનવામાં સફળ રહ્યું છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલા ફાઈનલ મુકાબલામાં કાંગારું ટીમે ૮ વિકેટે એકતરફી વિજય મેળવ્યો હતો. A champion selfie from @SouthernStars! 😁🤳🏆#WT20 #AUSvENG #WatchThis pic.twitter.com/SPIVA3d9ne— ICC (@ICC) November 25, 2018 આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ ચોથીવાર વર્લ્ડ ટી-૨૦ ખિતાબ પોતાના નામે […]

Top Stories Trending Sports
aus #WT20 : ઈંગ્લેંડને હરાવી ઓસ્ટ્રેલિયા ચોથીવાર બન્યું વર્લ્ડ ચેમ્પિયન

એન્ટીગા,

વેસ્ટ ઇન્ડીઝમાં રમાઈ રહેલા મહિલા ટી-૨૦ વર્લ્ડકપના ફાઈનલ મુકાબલામાં જીત મેળવી ઓસ્ટ્રેલિયા વધુ એકવાર ચેમ્પિયન બનવામાં સફળ રહ્યું છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલા ફાઈનલ મુકાબલામાં કાંગારું ટીમે ૮ વિકેટે એકતરફી વિજય મેળવ્યો હતો.

આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ ચોથીવાર વર્લ્ડ ટી-૨૦ ખિતાબ પોતાના નામે કર્યો છે. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેંડની ટીમ ૧૯.૪ ઓવરમાં માત્ર  ૧૦૫ રનના સ્કોર પાર જ પેવેલિયનમાં ભેગી થઇ ગઈ હતી. ૧૦૬ રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયા ટીમે માત્ર ૨ વિકેટના નુકશાને જ આ સ્કોર વટાવ્યો હતો અને આ ખિતાબ પોતાના નામે કર્યો હતો.

ફાઈનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાની સ્પિન ફિરકીમાં ઈંગ્લેંડની ટીમ ફસાઈ ગઈ હતી. કાંગારું સ્પિન બોલર એશગેલ ગાર્ડનરે ૨૨ રનમાં ૩ વિકેટ જયારે લેગ સ્પિનર જાર્જિયા વેયરહેમે ૧૧ રન આપી બે વિકેટ ઝડપી હતી અને પૂરી ઈંગ્લીશ ટીમને ૧૦૫ રનમાં ઢેર કરી હતી.

જો કે ત્યારબાદ ૧૦૬ રનના લક્ષ્ય સામે ઓસ્ટ્રેલિયાની ટીમે ગાર્ડનરના અણનમ ૩૩ રન અને કેપ્ટન મેગ લેનિંગના અણનમ ૨૮ રનના સહારે શાનદાર જીત હાંસલ કરી હતી.