Murder/ પત્નીને કોબરાનો ડંખ મરાવી કરી હત્યા, કોર્ટે આજીવન કેદની આપી સજા

કોર્ટે હત્યાના પ્રયાસ માટે આજીવન કેદ, ઝેર આપવા માટે 10 વર્ષ અને સાબિતી દૂર કરવા માટે સાત વર્ષની સજાની જાહેરાત કરી છે. કોર્ટે 5.85 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. 

Top Stories India
keral murder case 1 પત્નીને કોબરાનો ડંખ મરાવી કરી હત્યા, કોર્ટે આજીવન કેદની આપી સજા

કેરળ સેશન કોર્ટ દ્વારા ઉત્તરા મર્ડર કેસમાં કોબ્રા સાંપ દ્વારા પત્નીને ડંખ મરાવી હત્યા કરવા મુદ્દે પત્નીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 11 ઓક્ટોબરના રોજ પતિ સુરજ એસ કુમારને હત્યા, સાબિતી દૂર કરવા અને પત્નીને જેર આપવાના પ્રયાસમાં દોષી જાહેર કરવામાં આવ્યો હતો. પત્નીને મારવા માટે સાપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કોર્ટમાં હાજર રહેલા એક વકીલે જણાવ્યું હતું કે, એડિશનલ સેશન જજ વીઆઈ મનોજે સજાની જાહેરાત કરતા કહ્યું હતું કે, આ ઘટના દુર્લભથી અતિદુર્લભ શ્રેણીમાં આવે છે પરંતુ 28 વર્ષની ઉંમરને ધ્યાનમાં રાખીને મોતની સજાને બદલે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

વકીલે વધુમાં  જણાવ્યું છે કે, કોર્ટે હત્યાના પ્રયાસ માટે આજીવન કેદ, ઝેર આપવા માટે 10 વર્ષ અને સાબિતી દૂર કરવા માટે સાત વર્ષની સજાની જાહેરાત કરી છે. કોર્ટે 5.85 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.  સુરજે ગતવર્ષે મે મહિનામાં કોબરા સાપ દ્વારા પત્નીને ડંખ મરાવી હત્યા કરાવી હતી. પત્ની જયારે સુઈ રહી હતી ત્યારે તેની પાસે સાપ છોડવામાં આવ્યો હતો અને હત્યા કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, આ દેશની પહેલી ઘટના છે કે, જ્યાં કોઈક વ્યક્તિની સાપનો ઉપયોગ કરીને હત્યા કરવામાં આવી હોય અને દોષી ઠેરાવ્યો હોય. આ અંગે પહેલા પણ ઘટના સામે આવી ચુકી છે પરંતુ તે સમયે ગુનાની સાબિતી ન મળવાના કારણે આરોપીને છોડી દેવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં પોલીસે ડમી રેપ્ટાઈલનો ઉપયોગ કરીને અને ક્રાઈમ સીન રિક્રીએટ કરીને સફળતાપૂર્વક કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.