ગુજરાત/ દિવાળી પહેલા રાજ્યમાં જામ્યો ઠંડીનો માહોલ, મોટા ભાગના શહેરોમાં ગગળ્યો ઠંડીનો પારો

અમદાવાદમાં સૌથી લઘુત્તમ 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આમ, હવે અમદાવાદ સહિત રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.

Ahmedabad Gujarat
ઠંડીનો

દિવાળી પહેલા જ અમદાવાદ સહિત રાજ્યામાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ઠંડા પવન અને રેડિએટિવ કુલિંગની અસરોને કારણે રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડતાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો :સેલ્ફી ખેંચતા તાપી નદીમાં પડ્યો કિશોર, પિતાની નજર સામે જ દીકરો ડૂબ્યો

સામાન્ય રીતે નવરાત્રિ પુરી થયા પછી ગુજરાતમાં ધીરે-ધીરે ઠંડીની સિઝનની શરૂઆત થતી હોય છે.ત્યારે આ વખતે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં હવે ઠંડીની સિઝનની શરૂઆત થઈ ચુકી છે. હવામાન વિભાગના આંકડાઓની વાત કરીએ તો છેલ્લાં નવ વર્ષમાં પહેલીવાર અમદાવાદનું તાપમાન રેકોર્ડ બ્રેક ગગડ્યું છે.

અમદાવાદમાં સૌથી લઘુત્તમ 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આમ, હવે અમદાવાદ સહિત રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઠંડા પવન અને રેડિએટિવ કુલિંગની અસરોને કારણે રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડતાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો :  અમદાવાદ શહેર જિલ્લાના કન્વીનર તરીકે લેઉવા પટેલ સમાજના આગેવાન ડો. સુરેશભાઈ પટેલની વરણી

અમદાવાદમાં 9 વર્ષ બાદ સૌથી નીચું 14.7 ડિગ્રી નીચું તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજ્યનાં 14 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રી નીચે નોંધાયો હતો. આગામી બેથી ત્રણ દિવસો સુુધી શહેરમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની વકી હવામાન વિભાગે કરી છે. તો બીજી બાજુ ઠંડીની લોકો મજા માળતા પણ જોવા મળી રહ્યાં છે. તેમજ વેજીટેબલ અને ફ્રુટના જ્યુસની પણ મજા મળતા લોકોએ માણી હતી.

આ પણ વાંચો :આજે આધુનિક યુગમાં પણ માટીના કોડિયાનું સ્થાન યથાવત છે…

ઠંડા પવનોને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રવિવારે અમદાવાદમાં ઓક્ટોબરમાં 14.7 ડિગ્રી તાપમાન 14 વર્ષમાં સૌથી ઓછું નોંધાયું હતું. જ્યારે રાજ્યના 14 શહેરોમાં પારો 20 ડિગ્રીથી નીચે રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસ શહેરમાં ઠંડી યથાવત રહેશે.

આ પણ વાંચો :સાયલા પંથક માં ખાખીની આડમાં ખનીજ નો કરોડો રૂપિયાનો કાળો કારોબાર ..