Weather/ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી, નલિયા ઠંડુગાર, સાત શહેરમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન

રાજ્યમાં હાડ થીજવતી ઠંડી, નલિયા ઠંડુગાર, સાત શહેરમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન

Top Stories Gujarat Others
winter 5 રાજ્યમાં હાડ થીજવતી ઠંડી, નલિયા ઠંડુગાર, સાત શહેરમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન

રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. સાયકલોનિક સરક્યુલેશનના કારણે રાજ્યમાં ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે ઉત્તર ભારતમાં હિમવર્ષાની પણ  ગુજરાતમાં અસર જોવા મળી રહી છે.

રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે નોધાયું હતું. નલિયામાં સૌથી ઓછું 3.4 ડિગ્રી તાપમાન નોધાયું છે. રાજ્યના સાત શહેરમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 9 ડિગ્રી, કેશોદમાં 8.2 અને ડીસામાં 8.5 ડિગ્રી, કંડલામાં 8 ડિગ્રી, રાજકોટમાં 9.8 ડિગ્રી તાપમાન નોધાયું છે. હવામાન વિભાગના જણાવ્યું અનુસાર આગામી ચાર દિવસ હજુ પણ આટલી જ ઠંડી રહેશે. સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર હજુ વધશે.

Morbi / માળીયા ફાટક નજીક ગમખ્વાર અકસ્માત, વહેલી સવારમાં ચાર લોકોને કાળ ભેટ્યો

Delhi violence case / લાલ કિલ્લા પર હિંસામાં ઘાયલ થયેલ મહિલા કોન્સ્ટેબલે કહ્યું ડરામણું વાતાવરણ હતું

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…