Not Set/ રાજ્યમાં કોલ્ડવેવની આગાહી, બે દિવસ બાદ ઠંડીનું ઘટી શકે છે જોર

ઉત્તર ભારતમાં ઠંડીમાં સતત વધારો થઇ રહ્યો છે. વળી ગુજરાતમાં પણ ઠંડી રોજ નવા રેકોર્ડ તોડી રહી છે. સમગ્ર ગુજરાતમાં ઠંડી વધી રહી છે. ઉત્તર-પૂર્વીય દિશાનાં પવનનાં પગલે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું યથાવત રહ્યું છે.

Top Stories Gujarat Others
રાજ્યમાં ઠંડી
  • રાજ્યભરમાં ઠંડીનો પ્રકોપ યથાવત
  • હજુ એક દિવસ કોલ્ડ વેવની આગાહી
  • ઉ.ગુજરાતમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચો જશે
  • બે દિવસ બાદ ઠંડીનું જોર ઘટી શકે
  • હવામાન વિભાગની આગાહી

ઉત્તર ભારતમાં ઠંડીમાં સતત વધારો થઇ રહ્યો છે. વળી ગુજરાતમાં પણ ઠંડી રોજ નવા રેકોર્ડ તોડી રહી છે. સમગ્ર ગુજરાતમાં ઠંડી વધી રહી છે. ઉત્તર-પૂર્વીય દિશાનાં પવનનાં પગલે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું યથાવત રહ્યું છે. કચ્છનું નલિયા ફરી એકવાર રાજ્યમાં સૌથી વધુ ઠંડુગાર શહેર રહ્યું હતું.

આ પણ વાંચો – ઠંડીનો ચમકારો / ઉત્તર ભારતમાં પડી રહી છે કડકડતી ઠંડી, આગામી દિવસોમાં પણ નહી મળે રાહત 

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં લોકો ઠંડીનો ચમકારો સતત અનુભવી રહ્યા છે. રાજ્યમાં મેટ્રો સિટી અમદાવાદમાં પણ ઠંડીનું જોર યથાવત છે. શહેરમાં લઘુતમ તાપમાન 9.8 ડિગ્રી અને મહતમ તાપમાન 26.7 ડિગ્રી શુક્રવારે રહ્યું હતું. ગત દિવસોની તુલનામાં પવનની ગતિ કાબુમાં આવી છે. છતાંય વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધુ હોવાથી શહેરીજનોએ દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડી રહ્યાં છે. જો કે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ ઘટશે તેવી હવામાન ખાતાની આગાહી છે. વળી શહેરમાં ખાસ કરીને રાત્રિ દરમિયાન તાપમાનનો પારો ગગળી જાય છે. અમદાવાદ શહેરનાં ઘણા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીઓ, ચાલીઓ, નાની-નાની વસાહતો તેમજ પાંચેક માળનાં નવા બનેલા ફ્લેટો છે. કોઇ મોટી હાઇરાઇઝ બિલ્ડિંગ ન હોવાથી પવન અવરોધાયા વગર સીધો જ લોકોને સ્પર્શી રહ્યો હોવાથી ઠંડીનું પ્રમાણ વધુ અનુભવાઇ રહ્યું છે.

આ પણ વાંચો – ગુજરાત /  યુએસ-કેનેડા બોર્ડર પર જીવ ગુમાવનાર ગુજરાતી પરિવારના મૃતદેહ ભારત પરત નહીં લાવી શકાય!

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઠંડીને લઇને હવામાન વિભાગે આ પૂર્વે આગાહી કરી હતી કે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. જેમાં બે દિવસ માટે અમદાવાદમાં કોલ્ડવેવ રહેશે. જ્યારે બે દિવસ કચ્છ અને નલિયામાં સિવિયર કોલ્ડ વેવની અસર રહેશે. તો ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઓછું થશે. ઉત્તર પૂર્વીય પવનોને કારણે રાજ્યમાં ઠંડી વધી રહી છે. તો બીજી તરફ લોકોને સાવચેતી રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે. બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…