અમદાવાદમાં હોમગાર્ડનો રૂપિયા ઉઘરાવતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગાયકવાડ હવેલી ખાતે આવેલી હોટેલમાંથી હોમગાર્ડ રૂપિયા લઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ રૂપિયા ઉઘરાવતો વીડિયો વાયરલ થયા ચકચાર મચી જવા પામ્યો અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. પરંતુ લોકોમાં આ મમાલે ચર્ચાઇ રહ્યું છે કે, પોલીસ(અહીં હોમગાર્ડ) આવી રીતે અનેક જગ્યા પર ગેરકાદે દબાણ કરી લારી ગલ્લા અને ખાણી પીણીના સ્ટોર ચાલુ રાખવા માટે રેગ્યુલર રીતે હપ્તા ઉધરાવે છે.
જુઓ આ વીડિયો અહેવાલ પણ – Ahmedabad : હોમગાર્ડનો જવાન હોટલમાંથી રૂપિયા લેતો વિડીયો થયો વાયરલ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…