Not Set/ સુરેન્દ્રનગરના વિચરતી જાતિના ૬૫ પરિવારોને પ્લોટના હુકમોનું કલેકટરના હસ્તે વિતરણ 

રાજ્યના વિવિધ વિસ્તારોમાં રહેતા વિચરતી જાતિના લોકોના હિત માટે સરકાર દ્વારા મહત્વના હુકમો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત સુરેન્દ્રનગરમાં વસતા વિચરતી જ્ઞાતિના લોકો  લોકોને હુકમોની ફાળવણી કરવામાં આવી છે.

Gujarat
k rajesh 3 સુરેન્દ્રનગરના વિચરતી જાતિના ૬૫ પરિવારોને પ્લોટના હુકમોનું કલેકટરના હસ્તે વિતરણ 

દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ@ સુરેન્દ્રનગર

રાજ્યના વિવિધ વિસ્તારોમાં રહેતા વિચરતી જાતિના લોકોના હિત માટે સરકાર દ્વારા મહત્વના હુકમો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત સુરેન્દ્રનગરમાં વસતા વિચરતી જ્ઞાતિના લોકો  લોકોને હુકમોની ફાળવણી કરવામાં આવી છે. આ હુકમોની ફાળવણી કલેકટરના હસ્તે કરવામાં આવી હતી. આ હુકમો પ્રાપ્ત થતાં ખુશી સાથે લાભાર્થીઓએ કલેક્ટર તેમજ જીલ્લા વહીવટીતંત્ર નો આભાર માન્યો હતો.

k rajesh 2 સુરેન્દ્રનગરના વિચરતી જાતિના ૬૫ પરિવારોને પ્લોટના હુકમોનું કલેકટરના હસ્તે વિતરણ 

સુરેન્દ્રનગર ના અલગ અલગ વિસ્તાર મા રહેતા વણઝારા, સલાટ, બજાણીયા તેમજ ધાંગધ્રા ના વિરેન્દ્રગઢ ગામે સલાટ પરિવારો ઝુંપડાઓ તેમજ ભાડાના મકાનમા રહે છે. આ લોકો ને રહેણાક માટે પ્લોટ મળે તે માટે વિચરતા સમુદાય સમર્થન મંચના હષઁદ કે વ્યાસે કલેક્ટર  કે.રાજેશને રજુઆત કરી હતી.

k rajesh 1 સુરેન્દ્રનગરના વિચરતી જાતિના ૬૫ પરિવારોને પ્લોટના હુકમોનું કલેકટરના હસ્તે વિતરણ 

આથી વઢવાણ તાલુકાના બાકરથળી ગામે ૧૦૦ ચો.વાર ના પ્લોટનો હુકમ કરીને કલેક્ટર કે.રાજેશ ના હસ્તે આ પરિવારોને પ્લોટો ના હુકમો વિતરણ કરાયા હતા.પ્લોટ ના હુકમો મળતા આ વિચરતી જાતિના પરિવારોના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી.સાથે સાથે કલેક્ટર તેમજ જીલ્લા વહીવટીતંત્ર નો આભાર માન્યો હતો.કાર્યક્રમ ને સફળ બનાવવા વિચરતા સમુદાય સમર્થન મંચના હષઁદ કે વ્યાસે જહેમત ઉઠાવી હતી.

majboor str 16 સુરેન્દ્રનગરના વિચરતી જાતિના ૬૫ પરિવારોને પ્લોટના હુકમોનું કલેકટરના હસ્તે વિતરણ