Not Set/ ચાલો.. ખાડાનું માપ લેવા, ખાડા સામ્રાજ્યનો વિરોધ કરવાની નવતર પધ્ધતિ

એક તરફ ભાજપ સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત છે ત્યારે અમરેલી શહેરમાં પડેલા ખાડાઓના સામ્રાજ્યને કારણે પ્રજાને પડતી યાતનાઓના વ્હારે કોંગ્રેસ આવી હતી.  અમરેલીના રાજમાર્ગો પર ઢોલ સાથે મેજર ટેપ ફૂટપટ્ટી લઈને ગામમાં પડેલા ખાડાઓના સર્વે કરીને પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. અમરેલી શહેરના કોંગી નેતાઓએ હાથમાં મેજર ટેપ અને ફૂટપટ્ટી લઈને અમરેલીના રાજમાર્ગો પર પડેલા […]

Top Stories Gujarat Others
અમરેલી ચાલો.. ખાડાનું માપ લેવા, ખાડા સામ્રાજ્યનો વિરોધ કરવાની નવતર પધ્ધતિ

એક તરફ ભાજપ સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત છે ત્યારે અમરેલી શહેરમાં પડેલા ખાડાઓના સામ્રાજ્યને કારણે પ્રજાને પડતી યાતનાઓના વ્હારે કોંગ્રેસ આવી હતી.  અમરેલીના રાજમાર્ગો પર ઢોલ સાથે મેજર ટેપ ફૂટપટ્ટી લઈને ગામમાં પડેલા ખાડાઓના સર્વે કરીને પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો.

અમરેલી શહેરના કોંગી નેતાઓએ હાથમાં મેજર ટેપ અને ફૂટપટ્ટી લઈને અમરેલીના રાજમાર્ગો પર પડેલા ખાડાઓ ગણવાના અનોખા નવતર વિરોધ કાર્યક્રમ  હાથ ધર્યો હતો. પાલિકાતંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મેહતા ચોકથી કોંગી પાલિકાના સદસ્યો અને સ્થાનિકો સાથે જોડાઈને ઢોલ સાથે ગામમાં પડેલા ખાડાઓની ગણતરી કરીને ભાજપ શાસિત પાલિકા સામે રોડ રસ્તાઓ પર સુત્રોચાર કરીને પાલિકા તંત્રની કચેરી ખાતે ઘેરો નાખીને સુત્રોચાર કર્યો  હતો.  પણ પાલિકાના અધિકારીઓની ચેમ્બરમાં તાળા જોવા મળતા કોંગી નેતાઓ દ્વારા તંત્ર સામે આક્ષેપ કર્યા હતા.

ectra750 1568720738 618x347 1 ચાલો.. ખાડાનું માપ લેવા, ખાડા સામ્રાજ્યનો વિરોધ કરવાની નવતર પધ્ધતિ

અમરેલી શહેરમાં વરસાદ બાદ પડેલા ખાડાઓથી વાહન ચાલકો રાહદારીઓ પરેશાન છે ત્યારે પાલિકા તંત્રને જગાડવામાં કોંગી નેતાઓએ નવતર વિરોધ કરીને પ્રજાના પ્રશ્ને આગળ આવી હતી

અમરેલી જિલ્લામાં પડેલા વરસાદ બાદ રોડ રસ્તાઓની હાલત બદતર બની ગઈ છે એક એક ફૂટના ખાડાઓ પડી ગયેલા છે છતાં પાલિકા તંત્ર હજુ ઊંઘતું જોવા મળે છે  ત્યારે ખાડાઓના લિસ્ટ લઈને પહોંચેલી કોંગી નેતાઓની ટીમ દ્વારા પાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

પાલિકા તંત્રના મુખ્ય અધિકારી ગેરહાજર હોવાથી સિનિયર હેડક્લાર્ક દ્વારા ખાડા ઓનું રજીસ્ટ્રેશન સ્વીકાર્યું હતું. અને અમરેલી શહેરમાં પડેલા ખાડાઓની વાસ્તવિકતાઓ પણ પાલિકા તંત્રે સ્વીકારી હતી ને વરસાદ બાદ પાલિકા તંત્ર દ્વારા ખાડા પૂરવામાં આવ્યા હતા પણ ફરી વરસાદ આવતા ફરી ખાડાઓ પડ્યા છે જે આગામી દિવસોમાં ફરી નવા રોડ બનવાની ખાત્રી પાલિકા તંત્રે આપી હતી.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.