ટેલીવૂડ/ કોમેડી કિંગ કપિલ શર્માએ દીકરા ત્રિશાન શર્મા અને પુત્રી અનાઈરાનો નો ફોટો શેર કર્યો

કોમેડી કિંગ કપિલ શર્મા સોશિયલ મીડિયા પર  હાલ ખૂબ જ એક્ટિવ છે. થોડા સમય પહેલા તે ફરીથી એક પુત્રનો પિતા બન્યો છે. ત્યારબાદથી ચાહકો તેના પુત્રનો ફોટો જોવા માટે બેચેન હતા. ત્યારે હવે કપિલે તેના ચાહકોની આ ઈચ્છા પૂરી કરી છે. કોમેડી કિંગે તેમના પુત્ર ત્રિશાન શર્માની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. […]

Entertainment
Untitled 221 કોમેડી કિંગ કપિલ શર્માએ દીકરા ત્રિશાન શર્મા અને પુત્રી અનાઈરાનો નો ફોટો શેર કર્યો

કોમેડી કિંગ કપિલ શર્મા સોશિયલ મીડિયા પર  હાલ ખૂબ જ એક્ટિવ છે. થોડા સમય પહેલા તે ફરીથી એક પુત્રનો પિતા બન્યો છે. ત્યારબાદથી ચાહકો તેના પુત્રનો ફોટો જોવા માટે બેચેન હતા. ત્યારે હવે કપિલે તેના ચાહકોની આ ઈચ્છા પૂરી કરી છે. કોમેડી કિંગે તેમના પુત્ર ત્રિશાન શર્માની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

કપિલ શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેમના પુત્ર ત્રિશાન શર્મા અને પુત્રી અનાઈરાનો ફોટો પોસ્ટ કર્યો છે. ઓ ફોટો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું  છે કે, ‘લોકોની માંગ પર અનાઈરા અને ત્રિશાન પ્રથમ વખત એક સાથે.’ તસવીરમાં કપિલ બંને બાળકોને પોતાના ખોળામાં લઈને બેઠો છે અને તે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. ત્રણેયે એકસરખા ટી-શર્ટ પહેર્યા છે અને કપિલે કેપ પણ પહેરી છે.

કોમેડી કિંગનો આ ફોટો પોસ્ટ થયા પછી સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અનાઈરા અને ત્રિશાનની ક્યુટનેસએ ચાહકોનું દિલ જીતી લીધું છે. કપિલ શર્માએ 1 ​​ફેબ્રુઆરીએ ટ્વીટ કરીને તેના ફેન્સને સારા સમાચાર આપ્યા હતા કે તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો છે. તેમણે લખ્યું હતું કે, ‘નમસ્તે, આજે સવારે ભગવાનના આશીર્વાદ રૂપે અમને એક પુત્ર પ્રાપ્ત થયો છે, ભગવાનની કૃપાથી બાળક અને માતા બંને સ્વસ્થ છે, તમારા પ્રેમ અને પ્રાર્થના માટે તમારો આભાર.’
ત્યારપછી તેણે તેના શોમાંથી પણ બ્રેક લીધો હતો. પરંતુ હવે ફરી એક વાર ધ કપિલ શર્મા શો ટીવી પર જોવા મળશે. આ વખતે આ શોમાં ઘણા નવા ચહેરા પણ જોવા મળશે. શોમાં જોવા મળતી ભારતી સિંહે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં આ વિશે જણાવ્યું હતું કે,  જુલાઈ અથવા ઓગસ્ટમાં શો શરૂ થઈ શકે છે. કપિલ પણ જુલાઈથી શોની શરૂઆત કરવા માગે છે, કારણ કે આ શો જાન્યુઆરીથી બંધ થઈ ગયો હતો.

Instagram will load in the frontend.