ગુજરાત/ અમદાવાદના જાસપુર ખાતે મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા અને ભવ્ય મંદિરનું નિર્માણ કાર્યનો આરંભ

મંદિરનું નિર્માણ કાર્ય શરુ થાય એ પહેલા ભૂમિપૂજન 4 માર્ચ 2019 અને શિલાન્યાસ 29 ફેબ્રુઆરી 2020ના રોજ ભવ્ય રીતે સંપન્ન થયું હતું.

Gujarat
Untitled 269 અમદાવાદના જાસપુર ખાતે મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા અને ભવ્ય મંદિરનું નિર્માણ કાર્યનો આરંભ

રાજયમાં  પાટીદાર સંગઠન વધુ બનતું જોવા મળે છે . ત્યારે  અમદાવાદના જાસપુર ખાતે મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા અને ભવ્ય મંદિરનું નિર્માણ કાર્યનો આરંભ થઇ રહ્યો છે. વિશ્વની અજાયબી સ્વરુપે વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ મંદિરનું નિર્માણ કાર્ય 22 નવેમ્બર 2021થી શરુ થશે. જેમાં શતચંડી મહાયજ્ઞ, 31 હજાર દિવડાઓનો દિપોત્સવ, શોભાયાત્રા અને વ્યસન મુક્તિ બાઈક રેલીનું આયોજન કરાયું છે. સાથે જ સાંજે 5 કલાકે કાર્ય પ્રારંભ સમારોહ યોજાશે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મંત્રીઓ અને સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો ;ધરતીકંપ /  બનાસકાંઠામાં 4.1ની તીવ્રતાનોભૂકંપનો આંચકો અનુભવાયો, લોકોમાં ભયનો માહોલ સર્જાયો

મંદિરનું નિર્માણ કાર્ય શરુ થાય એ પહેલા ભૂમિપૂજન 4 માર્ચ 2019 અને શિલાન્યાસ 29 ફેબ્રુઆરી 2020ના રોજ ભવ્ય રીતે સંપન્ન થયું હતું. પરંતુ કોરોના જેવી વૈશ્વિક મહામારીને લીધે નિર્માણ કાર્ય શરુ કરવામાં સમય લાગ્યો છે.વિશ્વઉમિયાધામ નિર્માણ કાર્યના શુભપ્રસંગે શતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાટીદાર સહિત તમામ સમાજના 100થી વધુ યજમાન પરિવારો મહાયજ્ઞનો લાભ લેશે. શતચંડી મહાયજ્ઞનો પ્રારંભ સવારે 8.30 કલાકે થશે. જેની પૂર્ણાહુતિ સાંજે 5 કલાકે થશે. આ મહાયજ્ઞના મુખ્ય યજમાનનો લાભ નદાસા પરિવાર, ગોરેગાવ મુંબઈ લીધો છે.

આ પણ વાંચો ;દાદરા નગરહવેલી / ગુજરાતમાં આ શહેરમાં આરોગ્ય વિભાગે દરોડા પાડતા નકલી પનીરનું મોટું કૌભાંડ બહાર આવ્યું

મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણ કાર્ય શરુ કરવાના અવસરે અમદાવાદના એસ.જી.હાઈવે સ્થિત એસજીવીપી ગુરૂકૂળથી વિશ્વ ઉમિયાધામ, જાસપુર સુધી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાનો મુખ્ય ઉદેશ વ્યસનમુક્તિ જનજાગૃતિ અને કોરોના અને રસીકરણ જાગૃતિનો છે.શતચંડી મહાયજ્ઞની સાથે મા ઉમિયાના ભક્તો માટે સવારે 9.30 કલાકે શ્રીયંત્ર મહાપૂજનનું આયોજન કરાયું છે. જેમાં મા ઉમિયાના ભક્તો પૂજા અર્ચના કરી મંદિર નિર્માણનો કાર્યારંભ કરાવશે.