રસીકરણ/ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરમાં બાળકોની રસીકરણનો પ્રારંભ,જાણો વિગત

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  ગાંધીનગરના વિસ્તાર કોબામાં સ્થિત જીડીએમ હાઇસ્કૂલમાં રસીકરણનો આરંભ કરાવ્યો હતો.  

Top Stories Gujarat
student રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરમાં બાળકોની રસીકરણનો પ્રારંભ,જાણો વિગત
  • મુખ્યપ્રધાનના હસ્તે કોબાથી રસીકરણનો પ્રારંભ
  • કોબા સ્થિત જીડીએમ હાઇસ્કુલમાં રસીકરણ
  • 15 થી 18 વર્ષની વયના બાળકો માટે સુરક્ષાકવચ
  • મુખ્યપ્રધાન રસીકરણકેન્દ્રનું કરશે નિરીક્ષણ
  • રાજ્યમાં 36 લાખ કિશોરોને રસી આપવાનો લક્ષ્યાંક
  • ગાંધીનગર મનપા હસ્તકની 93 શાળામાં રસીકરણ
  • 50 ટીમ રસીકરણ માટે તૈનાત
  • ગાંધીનગર શહેરમાં 20 હજાર બાળકોને રસી આપવા લક્ષ્યાં

દેશમાં આજથી 15થી 18 વર્શના લોકોને રસીકરણનો પ્રારંભ થવાનો છે અને એની શરૂઆત થઇ ગઇ છે. ગઇલાક રાત્રિ સુધી 7 લાખથી વધુ લોકોએ કોરોના વેક્સિન માટે નોંધણી કરાવી હતી તે અતર્ગત ગુજરાતમાં પણ વેક્સિન બાળકોને મુકાવવા માટે તૈયારી પરિપૂર્ણ કરી લીધી છે. રાજ્યમાં 36 લાખ બાળકોને વેક્સિનની રસી આપવાનો લક્ષ્યાંક છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  ગાંધીનગરના વિસ્તાર કોબામાં સ્થિત જીડીએમ હાઇસ્કૂલમાં રસીકરણનો આરંભ કરાવ્યો હતો.

ગાંધીનગરની 93 શાળામા કોરોના રસી આપવામાં આવશે ,50 ટીમ રસીકરણ માટે તૈનાત કરી દેવામાં આવી છે, ગાંધીનગરમાં 20 હજાર બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 968કેસ નોંધાયા છે,જ્યારે અમદાવાદમાં સૌથી  વધુ 391કેસ  વડોદરામાં 64, આણંદમાં 29કેસ, સુરતમાં 209  , રાજકોટમાં 40 કોરોનાના  કેસ ખેડામાં 39 વલસાડમાં 21 અને નવસારીમાં 9 નોંધાયા છે ,છેલ્લા 24 કલાકમાં 141 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી  એક પણ દર્દીનું  મોત  થયું  છે .રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,33,279 પર  પહોચ્યો છે ,જયારે રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,896ને આસપાસ થઈ  છે