માલદીવ/ PM મોદી વિરુદ્ધ ટિપ્પણી માલદીવને ભારે પડી, દેશની ટોચની ટ્રાવેલ કંપનીની નીતિ ‘પહેલા દેશ’ રદ કર્યું ફલાઈટ બુકિંગ

PM મોદી વિરુદ્ધ માલદીવના કેટલાક મંત્રીઓએ ટીકાત્મક ટિપ્પણી કરવા પર ટ્રાવેલ કંપની અને ટૂર ઓપરેટરો દ્વારા માલદિવની ફલાઈટ અને બુકિંગ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

Top Stories India
Mantay 21 PM મોદી વિરુદ્ધ ટિપ્પણી માલદીવને ભારે પડી, દેશની ટોચની ટ્રાવેલ કંપનીની નીતિ ‘પહેલા દેશ’ રદ કર્યું ફલાઈટ બુકિંગ

માલદિવ દેશના લોકો માટે ફરવાનું પસંદગીનું સ્થાન રહ્યું છે. દેશની ટોચની ટ્રાવેલ કંપનીએ માલદિવ માટેની તમામ ફલાઈટ અને બુકિંગ રદ કરી દીધી છે. ટ્રાવેલ કંપનીના આ નિર્ણયથી માલદિવને મોટો ફટકો પડ્યો છે.  PM મોદી વિરુદ્ધ માલદીવના કેટલાક મંત્રીઓએ ટીકાત્મક ટિપ્પણી કરવા પર ટ્રાવેલ કંપની અને ટૂર ઓપરેટરો દ્વારા માલદિવની ફલાઈટ અને બુકિંગ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

Ease My Trip નો મહત્વનો નિર્ણય ‘દેશ પહેલા’ 

Ease My Trip દેશની મોટી ટ્રાવેલ કંપની છે. આ કંપનીના કો-કાઉન્ડર અને સીઈઓ નિશાંત પિટ્ટીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી ‘પહેલા દેશ’ તે નીતિ અપનાવતા માલદિવની તમામ ફલાઈટ બુકિંક કેન્સલ કર્યા. પોસ્ટમાં તેમણે કહ્યું કે અમારા માટે પહેલા દેશ છે. લક્ષદ્વીપનો દરિયા કિનારો માલદિવ જેટલો જ સુંદર છે. આ સાથે આગામી દિવસોમાં લક્ષદ્વીપમાં મુસાફરીમાં વધારો થવાની સંભાવના પણ વ્યક્ત કરી. ભારતે લક્ષદ્વીપને મહત્વ આપતા માલિદવના પેટમાં તેલ રેડાયું હતું.  પીએમ મોદીનું અપમાન કરવા બદલ સોશિયલ મીડિયામાં પણ લોકો માલદિવનો વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દે ઇન્ડિયન એસોસિએશન ઓફ ટૂર ઓપરેટર્સ સંગઠન કહે છે કે આગામી દિવસોમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ જશે. હાલમાં જે લોકોએ માલદિવનું બુકિંગ કરાવ્યું છે તેમાંના માત્ર 10 ટકા લોકોએ જ બુકિંગ કેન્સલ નથી કરાવ્યું. તેમજ આ હોબાળા બાદ ટ્રાવેલિંગ માટે માલદિવના બદલે લક્ષદ્વીપની પૂછપરછ વધી છે.

PM મોદીની લક્ષદ્વીપ મુલાકાતથી નારાજ માલદીવ

વાસ્તવમાં તાજેતરમાં PM મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે લક્ષદ્વીપની સુંદરતાના વખાણ કરતાં સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતા ભારતીયોને લક્ષદ્વીપની મુલાકાત લેવા અપીલ કરી હતી. પીએમ મોદીની અપીલ બાદ આગામી દિવસોમાં લક્ષદ્વીપમાં મુસાફરીમાં વધારો થવાની સંભાવનાને પગલે માલદિવ તરફ પ્રવાસીઓને ઘસારો ઓછો થઈ શકે.  આ સંભાવના જોતા માલદીવના કેટલાક મંત્રીઓએ પીએમ મોદી વિરુદ્ધ ઝેર ઓકતા વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. પીએમ મોદીનું અપમાન કરવા બદલ દેશના તમામ લોકોમાં માલદિવ પ્રત્યે આક્રોશ જોવા મળ્યો. આ મુદ્દો વધુ ઉગ્ર બનતા દેશની Ease My Trip અને અન્ય ટોચની ટ્રાવેલ કંપનીઓ સહિત ટુર ઓપરેટરોએ મોટી સંખ્યામાં માલદિવ માટેના બુકિંગ કેન્સલ કરાવાની શરૂઆત કરી.

માલદીવ સરકારની સ્પષ્ટતા

નોંધનીય છે કે હિંદમહાસાગરમાં આવેલ માલદિવ ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે.પીએમ મોદીનું અપમાન કરતા માલદિવને હવે ભારે કિમંત ચૂકવવી પડી રહી છે. કંપનીઓએ ફલાઈટ અને બુકિંગ રદ કરતા માલદિવના પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થશે. માલદિવમાં 1,190 ટાપુઓ છે જ્યારે તેની વસ્તી 5.15 લાખ છે. માલદિવની મોટાભાગની આવક પ્રવાસન ઉદ્યોગમાંથી થાય છે. ગત વર્ષમાં માલદીવની મુલાકાત લેનાર કુલ 17.57 લાખ પ્રવાસીઓમાંથી સૌથી વધુ 2.09 લાખ જેટલા ભારતીયો હતા. પરંતુ હાલમાં પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ દેશની ટોચની ટ્રાવેલ કંપનીઓએ માલદિવ માટેના બુકિંગ રદ કરતા આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. જેના બાદ માલદિવ સરકારે ઘૂંટણિયે આવતા પીએમ મોદી વિરુદ્ધ ટીપ્પણી કરનાર ત્રણ મંત્રીઓને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા. અને સ્પષ્ટતા કરી કે આ તેમના અંગત મંતવ્યો છે.