AMC/ અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાવાથી કમિશ્નર નારાજ

અમદાવાદમાં વરસાદમાં શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાય છે. આ પાણી ભરાવવાની રવિવારની ઘટનાથી કમિશ્નર નારાજ છે. મેયરના અધ્યક્ષપદમાં એએમસી કચેરીમાં બેઠક યોજાશે. ડીવાયએમસી સહિતના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 78 અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાવાથી કમિશ્નર નારાજ

Ahmedabad News: અમદાવાદમાં વરસાદમાં શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાય છે. આ પાણી ભરાવવાની રવિવારની ઘટનાથી કમિશ્નર નારાજ છે. મેયરના અધ્યક્ષપદમાં એએમસી કચેરીમાં બેઠક યોજાશે. ડીવાયએમસી સહિતના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે.

આ ઉપરાંત એન્જિનિયર વિભાગના અધિકારીઓ પણ હાજર રહેવાના છે. તેઓની પાસે પ્રીમોનસૂન કામગીરીમાં ક્યાં કચાશ રહી ગઈ તેનો ખુલાસો માંગવામાં આવશે. ડ્રેનેજ લાઇનની સફાઈ પર પણ સવાલો ઉઠ્યા છે. તેમનો સૌથી મોટો સવાલ એ છે કે કેટલાય વિસ્તારોમાં સામાન્ય વરસાદ જ પડ્યો હતો તો સામાન્ય વરસાદમાં કેમ પાણી ભરાઈ ગયા છે.

અમદાવાદમાં વરસાદમાં એએમસીનો પ્રિ-મોન્સુન પ્લાન ધોવાઈ જવા પામ્યો હતો. ત્યારે સામાન્ય વરસાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવી પડી હતી. એક ઈંચ વરસાદ પડતા જ શહેરનાં મોટા ભાગનાં વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.

આ બાબતે વાહનચાલકે જણાવ્યું હતું કે એક ઈંચ વરસાદમાં જ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા. તેમજ કોર્પોરેશન દ્વારા માત્ર કાગળ પર જ કામગીરી કરવામાં આવે છે. ત્યારે હાલ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે, જેને કારણે વાહનો બંધ થઈ જવા પામ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી માત્ર દેખાડા પૂરતી જ હોવાનું રાહદારીઓએ જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત