નિર્ણય/ RMCની 35 LED પર કોમર્શિયલ જાહેરાત શરૂ કરવા ટેન્ડર પ્રક્રિયા પ્રારંભ માટે કમિશનરનો આદેશ

રાજકોટ મહાનગરપાલિકાની તમામ શાખાઓના અસરકારક આંતરિક સંકલન થકી એડમિનિસ્ટ્રેશનને સરળ બનાવવા મ્યુનિ. કમિશનર  અમિત અરોરાએ આજે તા. ૧૩-૦૭-૨૦૨૧નાં રોજ શાખાધિકારીઓની એક ખાસ

Gujarat Trending
amit arora 2 RMCની 35 LED પર કોમર્શિયલ જાહેરાત શરૂ કરવા ટેન્ડર પ્રક્રિયા પ્રારંભ માટે કમિશનરનો આદેશ

રાજકોટ મહાનગરપાલિકાની તમામ શાખાઓના અસરકારક આંતરિક સંકલન થકી એડમિનિસ્ટ્રેશનને સરળ બનાવવા મ્યુનિ. કમિશનર  અમિત અરોરાએ આજે તા. ૧૩-૦૭-૨૦૨૧નાં રોજ શાખાધિકારીઓની એક ખાસ બેઠક યોજી હતી. વિવિધ શાખાઓ વચ્ચે યોગ્ય તાલમેળ અને સંકલન થકી ઝડપી અને સરળ પ્રક્રિયા હાથ ધરી શકાય તે માટે કમિશનરે જે તે શાખાના સંબંધિત પ્રશ્નો અંગે માહિતી મેળવવા અને તેના ઉકેલ લાવવા માટે હવે દર મંગળવારે આ સંકલન બેઠક યોજવાનું શરૂ કરેલ છે.

RMCની 35 એલ.ઈ.ડી. પર કોમર્શિયલ જાહેરાત શરૂ કરવા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા આદેશ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ રાખવામાં 35 એલ.ઈ.ડી. પર હવે કોમર્શિયલ જાહેરાત પ્રસિધ્ધ કરવા માટે જરૂરી એવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા  મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. એલ.ઈ.ડી. ખાનગી કોમર્શિયલ જાહેરાત માટે નિર્ધારિત સમય ફાળવવામાં આવનાર છે. જ્યારે અન્ય સમય રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ કામગીરી, પ્રોજેક્ટ્સ, યોજનાઓ વગેરેની વિગતો ડિસ્પ્લે કરવા માટે અનામત રાખવામાં આવશે. કમિશનરે આ કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપેલ છે.

વ્રુક્ષો અને અન્ય યુટિલિટીઝનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા પણ સમાંતર થાય તે માટે અધિકારીઓને સૂચના

આજની બેઠકમાં મ્યુનિ. કમિશનરે, બ્રિજના કામમાં યોગ્ય ગતિ જળવાઈ રહે તે માટે લાઈટ પોલ, વ્રુક્ષો અને અન્ય યુટિલિટીઝનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા પણ સમાંતર થાય તે માટે અધિકારીઓને સૂચના આપી હતી. જે વ્રુક્ષો હટાવવામાં આવે છે તેનું સત્વરે રીપ્લેસમેન્ટ પણ કરવામાં આવે તે મુજબ આવશ્યક કામગીરી કરવા સંબંધિત અધિકારીને સૂચના આપવામાં આવી હતી. વિશેષમાં, કમિશનરએ પ્રિ-પ્લાન પર ભાર મુકી, આગામી છ માસમાં જે પ્રોજેક્ટની કામગીરી કરવાની થતી હોય છે તેનું પ્લાનિંગ અત્યારથી જ તૈયાર રાખવા અધિકારીઓને જણાવ્યું હતું.

majboor str 2 RMCની 35 LED પર કોમર્શિયલ જાહેરાત શરૂ કરવા ટેન્ડર પ્રક્રિયા પ્રારંભ માટે કમિશનરનો આદેશ