Not Set/ અજાણી વ્યક્તિ સાથે વાતચીત તમારા વ્યક્તિત્વને બનાવી શકે છે સકારાત્મક, જાણો

આરોગ્યની સંભાળ રાખવી આજનાં સમયમાં જરૂરી બની છે. પહેલાનાં સમયમાં લોકો શારીરિક શ્રમ કરી શરીરને હેલ્દી રાખી શકતા હતા. પરંતુ આજે શારીરિક શ્રમ નહી પણ માનસિક શ્રમ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. આપણને નાનપણમાં અજાણી વ્યક્તિઓ સાથે વાત ન કરવાનું શીખવવામાં આવે છે, પણ યુનિવર્સિટી ઑફ શિકાગોનાં બિહેવ્યરલ સાયન્ટિસ્ટ્સ નિકોલસ ઇપ્લી અને જુલિયાનાં શ્રોડરે તેમના […]

Health & Fitness
5b9dde882200005600d9cbf1 અજાણી વ્યક્તિ સાથે વાતચીત તમારા વ્યક્તિત્વને બનાવી શકે છે સકારાત્મક, જાણો

આરોગ્યની સંભાળ રાખવી આજનાં સમયમાં જરૂરી બની છે. પહેલાનાં સમયમાં લોકો શારીરિક શ્રમ કરી શરીરને હેલ્દી રાખી શકતા હતા. પરંતુ આજે શારીરિક શ્રમ નહી પણ માનસિક શ્રમ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. આપણને નાનપણમાં અજાણી વ્યક્તિઓ સાથે વાત ન કરવાનું શીખવવામાં આવે છે, પણ યુનિવર્સિટી ઑફ શિકાગોનાં બિહેવ્યરલ સાયન્ટિસ્ટ્સ નિકોલસ ઇપ્લી અને જુલિયાનાં શ્રોડરે તેમના અભ્યાસનાં આધારે તારવ્યું છે કે બહાર નીકળીને મૂંગા બેસી રહેવા કરતાં લોકો સાથે વાતચીત કરવી જોઇએ અને વાસ્તવમાં લોકો અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક સાધવાના સકારાત્મક પ્રભાવને ઓછો આંકે છે.

આપને જણાવી દઇએ કે, આ માટે બન્ને સંશોધકોએ અભ્યાસમાં ભાગ લેનારા સહભાગીઓને સાથી મુસાફરો સાથે વાતચીત શરૂ કરવા માટે જણાવ્યું હતું. ઇપ્લી અને શ્રોડરે તેમના લેખમાં જણાવ્યા પ્રમાણે ‘અમે શિકાગોમાં બસ અને ટ્રેનનાં પ્રવાસીઓને જણાવ્યું કે તેમને એકલા બેસી રહેવા કરતાં અન્ય લોકો સાથે વાતચીત કરવાનું કેવું લાગશે, પણ મોટા ભાગનાં લોકોને એમાં રસ પડ્યો નહોતો.’ માત્ર ૪૦ ટકા સહભાગીઓને લાગતું હતું કે સાથી પ્રવાસીઓ પણ તેમની સાથે વાતચીત કરવાનું પસંદ કરશે.

જો કે નવાઈની વાત એ રહી કે સંવાદ શરૂ કરનારા પૈકીનાં ૧૦૦ ટકા લોકોને હકારાત્મક પ્રતિભાવ મળ્યો અને તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો એટલું જ નહીં, આ સંશોધકોએ એ પણ તારવ્યું હતું કે અપરિચિત વ્યક્તિ સાથે વાત કરવાથી તમે તેમનામાં પણ ઉત્સાહનું સિંચન કરી શકો છો. તો હવે અજાણ્યા લોકોથી મોં ફેરવ્યા વિના તેમની સાથે વાતચીત કરવાનું શરૂ કરી દો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.