સુરેન્દ્રનગર/ પાણશીણાના પોલીસ કર્મીને માર મારનાર શખ્સો સામે ફરિયાદ

સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર પાણશીણા પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મી અને તેમના મિત્રને રાણાગઢ ગામના 2 શખ્સોએ માર મારતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ કર્મી અને તેમના 1 મિત્રને અપશબ્દો કહી મુંઢમાર મારનાર શખ્સો વિરૂધ્ધ પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. પાણશીણા પોલીસ સ્ટેશનમાં હે.કો. તરીકે ફરજ […]

Gujarat Others
Untitled 295 પાણશીણાના પોલીસ કર્મીને માર મારનાર શખ્સો સામે ફરિયાદ

સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

પાણશીણા પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મી અને તેમના મિત્રને રાણાગઢ ગામના 2 શખ્સોએ માર મારતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ કર્મી અને તેમના 1 મિત્રને અપશબ્દો કહી મુંઢમાર મારનાર શખ્સો વિરૂધ્ધ પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
પાણશીણા પોલીસ સ્ટેશનમાં હે.કો. તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઈ સુરાભાઈ ચિહલા ફરજના ભાગરૂપે મુળબાવળા ગામે હતા. પ્રકાશભાઈના મોબાઈલ પર રાણાગઢના જાગૃતિબેન ભુવાત્રાનો ફોન આવ્યો હતો. તેમણે રાણાગઢ ગામે પાંચાણીના મંદિર પાસે બકરાની બલી ચઢાવવામાં આવી રહી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. હે.કો. પ્રકાશભાઈ ચિહલા મુળબાવળા ગામના તેમના મિત્ર મહેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાભાઈ વજુભા ગોહીલને સાથે લઈ રાણાગઢ પહોંચ્યા હતા.
પાંચાણીના મંદિર બહાર બકરો બાંધ્યો હતો. તાવો ચાલતો હતો. પ્રકાશભાઈએ તપાસ કરતાં લોકોએ કહ્યું હતું કે અમે તાવો કરી રહ્યા છીએ. બકરો પાળેલો છે એટલે બાંધ્યો છે. પ્રકાશભાઈએ બકરાનો ફોટો પાડી તાવો કરતા લોકોને સુચના આપી હતી કે કાલે જોવા આવીશ જો બકરો જીવતો નહીં મળે તો કાયદેસરની કાર્યવાહી કરીશ. પરંતુ ત્યાં હાજર રાજેશ જોગાભાઈ ઢાહડાએ પ્રકાશભાઈ ઉપર આક્ષેપ કર્યો હતો કે આ લોકો બકરાની બલી ચડાવી રહ્યા છે. છતાં તમે કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા. પ્રકાશભાઈએ તેમને સમજાવવાની કોશિશ કરી પરંતુ દારૂના નશામાં ધૂત રાજેશ કોઈ વાત માનવા તૈયાર નહોતો. રાજેશે ગેરવર્તન કરવાનું ચાલુ રાખ્યું. ફરજ પર રૂકાવટ કરવા બદલ રાજેશને પકડવા તૈયારી બતાવી ત્યારે રાજેશ અને તેના ભાઈ હરેશ ઢાહડાએ પ્રકાશભાઈ અને તેમના મિત્ર મહેન્દ્રસિંહ ગોહીલને ઢીકાપાટુનો મુંઢમાર મારી બન્ને શખ્સો ભાગી છુટયા હતા. પ્રકાશભાઈએ ફરજ પર રૂકાવટ અને પોલીસ કર્મી ઉપર હુમલો કરનાર રાજેશ ઢાહડા અને હરેશ ઢાહડા વિરુદ્ધ પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.