savli/ યુવકે લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરતા યુવતીએ નોંધાવી ફરિયાદ

ભાદરવા પોલીસ મથકે ફરિયાદી પીડિતા એપોતાની ફરિયાદમાં નોંધાયું છે કે પોતે BJMCA સુધીનો અભ્યાસ કરેલ છે અને 2018માં તેના મોબાઇલમાં whatsapp ગ્રુપમાં મેસેજ માં જણાવેલ કે ડી બી એ એશોર્ત નામની ચોપડી નેશનલ માર્કેટિંગ કંપની છે

Gujarat Others
a 20 યુવકે લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરતા યુવતીએ નોંધાવી ફરિયાદ

@સંદિપ જેસડિયા, મંતવ્ય ન્યૂઝ –  સાવલી

સાવલી તાલુકાના મંજુસર ગામે નોકરી કરતી યુવતીને પ્રેમ સંબંધમાં લગ્નનો વિશ્વાસ આપી દુષ્કર્મ આચરીને પીડિતાના ખાતામાંથી ૪૫ હજાર રૂપિયાની રકમ પીડિતા ની જાણ બહાર વાપરીને શારીરિક અને આર્થિક શોષણ કરવાના પ્રકરણમાં ભાદરવા પોલીસ મથકે બે ઈસમો સામે બળાત્કાર અને એટ્રોસિતી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભાદરવા પોલીસ મથકે ફરિયાદી પીડિતાએ પોતાની ફરિયાદમાં નોંધાયું છે કે પોતે BJMCA સુધીનો અભ્યાસ કરેલ છે અને 2018માં તેના મોબાઇલમાં whatsapp ગ્રુપમાં મેસેજમાં જણાવેલ કે ડી બી એ એશોર્ત નામની ચોપડી નેશનલ માર્કેટિંગ કંપની છે અને બિઝનેસ માટેની તાલીમ આપે છે જેથી જણાવેલ કે તમારે કંપની જોઈન્ટ કરતી વખતે 8500 ની શોપિંગ કરવી પડશે ત્યારબાદ લાયસન્સ બનતા નીચેના લોકોને જોઈન્ટ કરી ને તેના આધારે કમીશન મળશે તેવી લાલચ આપેલી અને તે માટે 2018માં મંજુસર ભાગ્ય લક્ષ્મી કોમ્પ્લેક્સ ખાતે આવેલ ઓફિસમાં પીડિતા ગઈ હતી અને તેને સિલેક્ટ કરેલી ત્યાંથી પાંચ દિવસની તાલીમ લઇને તેઓને ઓફિસમાં જ બિઝનેસ ચાલુ કરેલો અને મંજુસર ગામમાં ખાનગી માલિકીના મકાનમાં ભાડે રહેતી હતી.

તે સમયે પાડોશમાં રહેતા મનજુજી ઉર્ફે બીટ્ટુ સાથે અને બિઝનેસ કરતા મલય ચંદ્રકાંત પટેલ સાથે સંપર્કમાં આવી હતી અને અવાર નવાર મુલાકાતો થતા પ્રેમ સંબંધ બંધાયો હતો અને બંનેના પ્રેમ સંબંધની જાણ વિડિયો સાથે કામ કરતાં અન્ય સાથીદારોને પણ ખબર હતી અને બંને પ્રેમીઓ ફ્લેટમાં એક સાથે રહેતા હતા તે સમયે પીડિતાએ પોતાના પ્રેમી મલય પટેલને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો જેથી મલય પટેલે જણાવેલ કે આપણા બંનેની જ્ઞાતિ અલગ છે.

મારા પરિવાર આ લગ્ન માટે માનસે હીં પરંતુ હું આપની કંપનીમાં MO ની પોસ્ટ પર આવી જઈશ એટલે લગ્ન માટે મનાવી લઈશ તેવી યુવતીને હૈયાધારણા આપી હતી અને આવો વિશ્વાસ આપીને શારીરિક સંબંધ બાંધ્યો હતો તે વખતે પીડિતાને જણાવેલ કે મારો બિઝનેસ વધારવા માટે તારા આઈડી પરથી ૪૫૦૦૦ ની ખરીદી કરવી પડશે તેમ જણાવીને નાની માગણી કરી હતી અને તેના ખાતામાં જમા કરાવવાનું કહેતા પોતાનું કાર્ડ માના રૂપિયા તેના મિત્ર ભરતભાઈ બલ્લુભાઈ દેસાઈના ખાતામાં જમા કરાવી આપ એવું મલય પટેલે જણાવેલ જેથી ભરતના ખાતામાં પૈસા જમા કરાવતા બન્નેવે ઉપયોગમાં વાપરી નાખે લ અને લગ્ન માટે કઈ ને કોઈ બહાનું કરીને વાત ટાળતો હતો અને શારીરિક સંબંધ હતો અને પીડિતાના એક્સિસ બેન્ક ના ખાતા માંથી પણ પૈસા ઉઠાવી લીધેલો પરંતુ લગ્ન બાબતે મગનું નામ મરી ના પાડી વારંવાર શોષણ કરતો હતો.

તેવામાં પીડિતા ગર્ભવતી થતાં આજુબાજુના લોકો પણ અને ઓફિસના લોકો પણ જાણી જતા મલય પટેલને કંપનીના માલિકે નોકરીથી કાઢી મૂક્યો હતો તેથી તે અમદાવાદના બાવળા ખાતે ચાલ્યો ગયેલો તે દરમિયાન તેને કસુવાવડ થઈ ગઈ હતી.દરમિયાન વારંવાર લગ્ન કરવાનું આશ્વાસન આપી શારીરિક અને માનસિક ત્રાસ આપી શોષણ કરતા ત્યારબાદ લોકડાઉન આવી જતા યુવતી ગૂંચવાઈ ગઈ હતી અને વકીલ મારફતે નોટિસ મોકલી હતી પરંતુ નોટિસનો ઉડાઉ જવાબ આપીને વિશ્વાસઘાત કરતાં અને યુવતીના અંગત નાણાં વાપરી નાખતા પિડીતાની ફરીયાદના આધારે ભાદરવા પોલીસે મલય ચંદ્રકાંત પટેલ રહે શક્તિ પ્રોવિઝન સ્ટોર ગોવિંદભાઈ ની ખડકી નાના પરકોટા વિરમગામ તાલુકો વિરમગામ જીલ્લો અમદાવાદ તેમજ ભરતભાઈ બચુભાઈ દેસાઈ રહે લલ્લુભાઈની ચાલી વડવાળા નગર શારદા સ્કૂલ ની બાજુમાં મેમનગર અમદાવાદ ની સામે બળાત્કાર તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…