Not Set/ જેકી ભગનાની સહિત 9 લોકો પર દુષ્કર્મ અને જાતીય શોષણની ફરિયાદ

28 વર્ષીય મોડેલે અભિનેતા અને નિર્માતા જેકી ભગનાની, ફોટોગ્રાફર કોલ્સ્ટન જુલિયન, ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીનાં સ્થાપક અનિર્બાન બ્લાહ અને ટી સીરીઝનાં ક્રિષ્ના કુમાર વિરુદ્ધ જાતીય શોષણનો કેસ દાખલ કર્યો છે. 

Entertainment
1 6 જેકી ભગનાની સહિત 9 લોકો પર દુષ્કર્મ અને જાતીય શોષણની ફરિયાદ

28 વર્ષીય મોડેલે અભિનેતા અને નિર્માતા જેકી ભગનાની, ફોટોગ્રાફર કોલ્સ્ટન જુલિયન, ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીનાં સ્થાપક અનિર્બાન બ્લાહ અને ટી સીરીઝનાં ક્રિષ્ના કુમાર વિરુદ્ધ જાતીય શોષણનો કેસ દાખલ કર્યો છે. મોડલે આ લોકો વિરુદ્ધ મુંબઇનાં બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે.

1 7 જેકી ભગનાની સહિત 9 લોકો પર દુષ્કર્મ અને જાતીય શોષણની ફરિયાદ

ચેતવણી / બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલાએ 5G ટેકનોલોજી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

મોડેલે આરોપ લગાવ્યો છે કે આ લોકોએ ફિલ્મમાં અભિનયનાં નામે 2014 થી 2019 ની વચ્ચે મારું જાતીય શોષણ કર્યું હતું, જેના કારણે તેને માનસિક રીતે અસ્વસ્થ છે. પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી છે. આ સાથે જ આ મામલાની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ એફઆઈઆરમાં નિખિલ કુમાર, શીલ ગુપ્તા, અજિત ઠાકુર, ગુરુજ્યોતસિંહ, કૃષ્ણ કુમાર અને વિષ્ણુ ઈન્દુરીનાં નામ પણ શામેલ થયા છે. મોડેલનો દાવો છે કે તે આ લોકોને વિવિધ પ્રસંગોએ મળી હતી. એફઆઈઆરમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોલ્સ્ટન જુલિયન એ આ મોડેલ પર દુષ્કર્મ ગુજાર્યો હતો જ્યારે અન્ય આરોપીઓએ મહિલા પર જાતીય હુમલો કર્યો હતો. નિર્માતા અજિત ઠાકુરે મોડેલનાં આક્ષેપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. તેણે આરોપ લગાવ્યો છે કે આ મોડેલ તેને બ્લેકમેલ કરી રહી છે.

1 8 જેકી ભગનાની સહિત 9 લોકો પર દુષ્કર્મ અને જાતીય શોષણની ફરિયાદ

બોલીવુડ ન્યુઝ / માધુરી દીક્ષિતનો મોટો દીકરો અરિન થયો ગ્રેજ્યુએટ, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

અજિત ઠાકુરે તેમના વકીલ વતી નિવેદન જારી કરતાં કહ્યું કે, મારા ઉપર લાગેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે અને ઇરાદાપૂર્વક મને ફસાવવા માટે કરવામાં આવ્યા છે. આ આક્ષેપો મારી છબીને દૂષિત કરવા માટે કરવામાં આવ્યા છે. સત્ય એ છે કે મારી પાસે એવા પુરાવા છે કે જે સાબિત કરી શકે કે આ ફરિયાદ મને બ્લેકમેલ કરવા માટે કરવામાં આવી છે, પહેલા પણ મોડેલે મને અને ઘણા અન્ય લોકોને બ્લેકમેઇલ કર્યા છે. હું મોડેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશ અને ચોક્કસપણે સત્ય બહાર આવશે. મોડેલનો આરોપ છે કે તેણે આરોપીની વિરુદ્ધ તમામ પુરાવા એકત્રિત કરી દીધા છે તેમ છતા તેના આરોપીઓની ધરપકડમાં મોડુ થઇ રહ્યુ છે. વળી કેસની તપાસ કરી રહેલા ઈન્સ્પેક્ટર સાગર નિકમે કહ્યુ છે કે, અમે કેસમાં આરોપીઓની વિરુદ્ધ પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ અને કેસની તપાસ કરવામા આવી રહી છે. અહેવાલ મુજબ પીડિતાએ 18 મેનાં રોજ પોતાનું નિવેદન નોંધાવ્યુ હતું. પીડિતાનાં નિવેદનને આધારે 26 મી મેનાં રોજ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

kalmukho str 28 જેકી ભગનાની સહિત 9 લોકો પર દુષ્કર્મ અને જાતીય શોષણની ફરિયાદ