ફી નિયમન/ શાળા સંચાલકો પર સકંજો : વધુ ફી વસૂલી – શિક્ષણાધિકારીની લાલ આંખ

ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થા દ્વારા વાજબી ફી ધોરણ રાખવા સરકારે ઐતિહાસિક ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરી ખાસ કાયદાનો અમલ કર્યો છે. પરંતુ અમદાવાદમાં અનેક શાળા સંચાલકો

Gujarat Others Trending
education શાળા સંચાલકો પર સકંજો : વધુ ફી વસૂલી - શિક્ષણાધિકારીની લાલ આંખ

ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થા દ્વારા વાજબી ફી ધોરણ રાખવા સરકારે ઐતિહાસિક ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરી ખાસ કાયદાનો અમલ કર્યો છે. પરંતુ અમદાવાદમાં અનેક શાળા સંચાલકો સરકારના આ કાયદાનો અમલ કરવાના સ્થાને ઘોળીને પી જતાં સરકારના આદેશથી શૈક્ષણિકસંસ્થા સામે શિક્ષણવિભાગે લાલ આંખ કરી છે. અને 6 વર્ષમાં વધારાની લીધેલી રૂપિયા 2 કરોડ કરતાં વધુ રકમની ફી પરત કરવાના આદેશ કર્યા છે.

સંચાલકો પર સકંજો

  • અમદાવાદમાં નિયત ફી કરતાં શાળાઓએ વધુ ફી વસૂલી
  • શહેરની 65 શાળાઓએ વધુ ફી વસૂલી
  • જિલ્લા શિક્ષણાધિકારીની લાલ આંખ
  • વધુ લીધેલી ફી વાલીને પરત કરવા આદેશ
  • 17 શાળાઓએ ફી પરત કરી
  • 65 શાળાઓએ વધારાની 2 કરોડથી વધુ ફી વસૂલી

ગુજરાતમાં ફીનું ધોરણ નિયંત્રિત રાખવા સરકારે ફી રેગ્યુલેટરી કમિટી ( એફઆરસી) ની રચના કરી છે. જેમાં એફઆરસી નિર્ધારિત ધોરણ મુજબ જ સંચાલકો ફી વસૂલી શકે છે. જો સંસ્થા વધુ ફી વસૂલવા ઇચ્છતી હોય તો તેઓએ સાંયોગિક પુરાવા અને કારણ સાથે એફઆરસીને રજૂઆત કરવી ફરજીયાત છે. એફઆરસી મંજૂરી આપે ત્યારબાદ જ વધારાની ફી વસૂલી શકે છે. આ દરમિયાન અમદાવાદમાં એફઆરસીના આ નિયમનો 65 શૈક્ષણિક સંસ્થાઓએ ભંગ કર્યો હોવાની માહિતી એકાઉન્ટન્ટ જનરલ (એજી)ના તપાસ અહેવાલમાં બહાર આવી છે.

વર્ષ-2012-13 થી શરૂ કરીને વર્ષ-2018-19 સુધીના 6 વર્ષ દરમિયાન એફઆરસીના નિર્ધારિત ફી ધોરણનું ઉલ્લંઘન કરીને શૈક્ષણિકસંસ્થાઓએ 2 કરોડ 2 લાખ કરતાં વધુ ફી વસૂલી છે. જો કે, 65 પૈકી 17 શૈક્ષણિકસંસ્થાઓએ નિર્ધારિત કરતાં વધુ વસૂલ કરેલી ફી વિદ્યાર્થીઓના વાલીને પરત પણ કરી છે. પરંતુ આજની સ્થિતિએ 48 શૈક્ષણિક સંસ્થાઓ હજી સક્રિય બની નથી. 48 સંસ્થા સામે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ પાઠવીને 2 દિવસમાં ફી પરત કરવાની કડક સૂચના આપી છે. એકંદરે વિદ્યાર્થી અને વાલીના હિતમાં શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે..ત્યારે હવે વધારાની ફી પરત નથી કરી એ શૈક્ષણિકસંસ્થાના વલણ પર સૌની નજર રહેશે. જો 2 દિવસમાં ફી પરત નહીં કરે તો શિક્ષણવિભાગને આગળ કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે. સંચાલકોના નિર્ણય ઉપર સૌની મીટ મંડાયેલી રહેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…