હત્યા/ પંચમહાલ જીલ્લામાંથી સામે આવી ચકચારી ઘટના, એક યુવતીના ચક્કરમાં બે મિત્રો વચ્ચે ખેલાયો ખૂની ખેલ

પ્રેમ પ્રસંગમાં ખૂલી ખેલ ખેલાતા હોવાની અનેક ઘટનાઓ બનતી રહે છે. ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોતમાં એક ચકચારી હત્યાની ઘટના બની છે.

Gujarat Others
A 152 પંચમહાલ જીલ્લામાંથી સામે આવી ચકચારી ઘટના, એક યુવતીના ચક્કરમાં બે મિત્રો વચ્ચે ખેલાયો ખૂની ખેલ

પ્રેમ પ્રસંગમાં ખૂલી ખેલ ખેલાતા હોવાની અનેક ઘટનાઓ બનતી રહે છે. ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોતમાં એક ચકચારી હત્યાની ઘટના બની છે. અહીં એક જ યુવતીએ બે યુવકો સાથે પ્રેમ સંબંધ રાખતા મિત્ર મિત્ર વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. મિત્રએ જ મિત્રની હત્યા કરીને બાઈક સાથે બાંધી કૂવામાં ફેંકી દીધો હતો. જોકે, પોલીસને યુવકની લાશ શોધવા માટે ભારે જહેમત કરી હતી.

આપને જણાવી દઈએ કે, હાલોલ તાલુકાના શિવરાજપુર પાસે આવેલ ઘાટા ગામમાં રહેતો મહેશ સોમાભાઇ રાઠવાના મોબાઇલ પર આજે સવારે અમરાપુરા ગામના મિત્ર સંજય કંચન પરમારનો ફોન આવ્યો હતો કે, હું તારા ગામમાં આવું છું, તો આપણે રૂબરૂ મળીયે છીએ. જેથી બપોરે સંજય અને જયદેવ વિઠ્ઠલભાઇ પરમાર બાઇક લઇને આવ્યા હતા અને ત્રણેય બાઈક પર બેસીને તલાવડી ગામના સ્મશાન નજીક જંગલમાં મહુડાના ઝાડ નીચે જઇને બેઠા હતા.

દરમિયાન જયદેવે મહેશને કહ્યું હતું કે, હિતેન્દ્રને ફોન કરીને બોલાવ મારે તેનું કામ છે, તેમ કહેતા મહેશે હિતેન્દ્રને ફોન કર્યો હતો, જેથી હિતેન્દ્ર તેના મિત્ર દશરથને સાથે લઇને જગલમાં આવી પહોંચ્યો હતો. થોડો સમય પાંચેય મિત્રો વાતચીત કરી હતી. દરમિયાન જયદેવે હિતેન્દ્રને કીધું કે, ચાલ આપણે બે વચ્ચે વાત કરવાની છે, તેમ કહીને હિતેન્દ્રને થોડે દુર લઇને ગયો હતો, જ્યાં બન્ને મિત્રો એક જ યુવતીને પ્રેમ કરતા હોવાથી બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. આ દરમિયાન હિતેન્દ્ર કઇ સમજે તે પહેલાં જ જયદેવે તેની સાથે લાવેલા ધારદાર ખંજર કાઢી હિતેન્દ્ર પર હુમલો કર્યો હતો.

એક વર્ષ અગાઉ એક જ યુવતી સાથે બંને મિત્રોને સંબધ બંધાયા હતા જે સંબધની જાણ બંને મિત્રો વચ્ચે થઈ જતાં ઝગડો થયો હતો.દરમિયાન થયેલી બોલાચાલી થઈ હતી એ વેળાએ શૈલેષે દાઢીના ભાગમાં ઇજા પણ થઈ હતી.જોકે આ ઘટના બાદ બંને મિત્રો વચ્ચેના સંબધ યથાવત રહ્યા હતા.પરંતુ અલ્પેશે શૈલશ સાથે બદલો લેવાની છુપી વૃત્તિ પોતાના મનમાં અંકિત કરી લીધી હતી.

દરમિયાન 2 જુનના રોજ શૈલેષ ચાવડા પોતાના ઘરેથી બાઈક લઈ હાલોલ ડીઝલ લેવા જવાનું જણાવી નીકળ્યો હતો. એ વેળાએ બંને મિત્રો વચ્ચે ટેલિફોનિક સંપર્ક થયો હતો ત્યારે અલ્પેશે શૈલેષને ઈંટવાડી પોતાના ખેતરમાં બોલાવ્યો હતો. બીજી તરફ શૈલેષ આવે એ પૂર્વે અલ્પેશે તેને મોતને ઘાટ ઉતારી દેવાનું પૂર્વ આયોજિત કાવતરૂ કરી દોરડું અને તેના પિતરાઈ ભાઈને સાથે લઈ ગયો હતો.

બીજી તરફ હિતેન્દ્ર અને મહેશ જીવ બચાવીને રોડ પર આવીને 108 બોલાવી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા, જ્યાં હિતેન્દ્રની હાલત વધુ નાજુક હોવાથી તેને હાલોલની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પાવાગઢ પોલીસે બનાવ અંગે હત્યારા જયદેવ વિઠ્ઠલ પરમાર અને સંજય કંચન પરમાર વિરૂદ્ધ હત્યા, હુમલો અને એટ્રોસિટીનો ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.