અભદ્ર ટિપ્પણી/ નવસારીમાં વોટ્સએપ ગ્રુપમાં સોનિયા ગાંધી પર અશ્લીલ ટિપ્પણી, કોંગી અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવ્યું

નવસારીના ઓન્લી જિઓ ફ્રેન્ડ્સ નામના વોટ્સએપ ગ્રુપમાં એક યુવાનને કોંગ્રેસના અગ્રણી સોનિયા ગાંધી વિરૂદ્ધ અભદ્ર ભાષામાં વાત કરવી ભારે પડી છે.

Top Stories Gujarat Others
સોનિયા ગાંધી
  • સોનિયા ગાંધી પર અશ્લીલ ટીપ્પણી
  • નવસારીમાં વ્હોટ્સએપ ગ્રુપમાં ટીપ્પણી
  • કૉંગ્રેસના આગેવાનો આકરેપાણીએ
  • કૉંગ્રેસની આકરી કાર્યવાહીની માગણી

આજકાલ લોકો તેમનો ગુસ્સો અને રોષ ઠાલવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોમ ઉપયોગ કરતાં રહે છે.  ત્યારે આવામાં રાજકીય પાર્ટીના ગ્રુપમાં પણ એવા મેસેજો આવી જાય છે જેના કારણે ગ્રુપમાં રહેલા કાર્યકર્તાઓ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ જાય છે. ત્યારે નવસારીના ઓન્લી જિઓ ફ્રેન્ડ્સ નામના વોટ્સએપ ગ્રુપમાં એક યુવાનને કોંગ્રેસના અગ્રણી સોનિયા ગાંધી વિરૂદ્ધ અભદ્ર ભાષામાં વાત કરવી ભારે પડી છે.

આપને જણાવી દઈએ કે, પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થતા આ યુવાન ગિન્નાયો હતો અને તેને વોટ્સએપ ગ્રુપમાં યુવાને કોંગ્રેસ સામે પોતાની ભડાસ કાઢી હતી. આ યુવાને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી વિરુદ્ધ વોટ્સએપ ગ્રુપમાં અભદ્ર ટિપ્પણી કરતા કોંગ્રેસીઓ રોષે ભરાયા હતા. આ યુવાન દ્વારા ઓન્લી જીઓ ફ્રેંડ્સ નામના ગ્રુપમાં સોનિયા ગાંધી વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી, જેના કારણે કોંગ્રેસી કાર્યકર્તાઓ ખિજાયા હતા અને તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

a 80 1 નવસારીમાં વોટ્સએપ ગ્રુપમાં સોનિયા ગાંધી પર અશ્લીલ ટિપ્પણી, કોંગી અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવ્યું

સોનિયા ગાંધી વિરૂદ્ધ એલફેલ લખનાર મુકેશ ઉર્ફે મુકડી શર્મા વિરૂદ્ધ શહેર કોંગ્રેસ પ્રમુખ નિરવ નાયક અને અન્ય કોંગી આગેવાનોએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ શખ્સ વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો : કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ, આજુબાજુ વિસ્તારમાં ભયનો માહોલ

આ પણ વાંચો :લેઉવા પટેલ સમાજની બેઠક, જાણો શું કહ્યું નરેશ પટેલે ?

આ પણ વાંચો :ઠંડા પીણામાં નશીલી દવા પીવડાવી સગીરા પર સામૂહિક બળાત્કાર, ત્રણની ધરપકડ

આ પણ વાંચો :જંગલ સફારીમાં 53 દેશી-વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓના મોત, આ છે કારણ