ગંભીર આક્ષેપ/ રાજકોટમાં સ્ટ્રોંગ રૂમમાં પણ ઇવીએમ અસુરક્ષિત હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, કલેકટરને પાઠવ્યું આવેદન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી થોડા- ઘણા વિવાદો છતાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. પરંતુ રાજકોટમાં દર વખતની ચૂંટણી જેમ આ વખતની ચૂંટણી પણ વિવાદિત રહી છે, કોંગ્રેસ દ્વારા દર વખતે

Gujarat

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી થોડા- ઘણા વિવાદો છતાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. પરંતુ રાજકોટમાં દર વખતની ચૂંટણી જેમ આ વખતની ચૂંટણી પણ વિવાદિત રહી છે, કોંગ્રેસ દ્વારા દર વખતે ઈવીએમ મશીનમાં ફોલ્ટ હોવાની ફરિયાદ કરવામાં આવતી હોય છે, ત્યારે ફરી એક વખત કોંગ્રેસ દ્વારા ઇવીએમ મશીનની સલામતી અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે. અને આ અંગે રાજકોટ કલેકટરને આવેદન પાઠવ્યું હતું. ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે ઈવીએમ મશીનની લઈને થઈ રહેલો વિવાદ જાણે ફેવિકોલના મજબુત જોડ જેવો છે એવું લાગી રહ્યું છે.

PM Modi / માર્ચના પ્રારંભમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખોનું થઈ શકે છે એલાન, PM મોદીએ આપ્યા સંકેત

જોકે, ચૂંટણી પહેલા જ વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ પ્રેસ કોન્ફરન્સ કરી અને ચૂંટણી પંચ દ્વારા ઇવીએમ મશીનમાં ગોટાળા થતાં હોવા અંગે મીડિયાને વાકેફ કર્યા હતા. ત્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એક વખત ઇવીએમ મશીનને લઈને કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. આ રીતે કોંગ્રેસના નેતાઓમાં પરિણામને લઇને અસલામતી જોવા મળી રહી છે.

નિધન / દાદરા નગર હવેલીના સાંસદનું નિધન, આત્મહત્યા કર્યાની આશંકા

રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરીને મૂકવામાં આવ્યા છે, પરંતુ હજી પણ ઇવીએમ સુરક્ષિત ન હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. એટલું જ નહીં જે જગ્યા પર ઈ.વી.એમ રાખવામાં આવ્યા છે તે વિસ્તારમાં NAMO નામ નું વાઇફાઇ પકડાતું હોવાનું પણ કોંગ્રેસના આગેવાનો અને નેતાઓએ આક્ષેપ કર્યો છે અને આ અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Covid-19 / મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાનને લખ્યું ભાવનાત્મક પત્ર – ફક્ત તમે જ રાજ્યને લોકડાઉનથી બચાવી શકો છો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…