ઉમેદવારની યાદી/ કોંગ્રેસે તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટે 45 ઉમેદવારની યાદી જાહેર કરી,અઝહરૂદ્દીનને પણ ટિકિટ અપાઇ

કોંગ્રેસે શુક્રવારે તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે 45 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જેમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ પણ સામેલ છે

Top Stories India
8 22 કોંગ્રેસે તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટે 45 ઉમેદવારની યાદી જાહેર કરી,અઝહરૂદ્દીનને પણ ટિકિટ અપાઇ

કોંગ્રેસે શુક્રવારે તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે 45 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જેમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ પણ સામેલ છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની યાદી અનુસાર, અઝહરુદ્દીનને હૈદરાબાદ શહેરના જ્યુબિલી હિલ્સ વિધાનસભા ક્ષેત્રમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ સંસદીય મતવિસ્તારમાંથી લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે.

રાજ્ય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા મધુ ગૌર યક્ષીને લાલ બહાદુર નગર, કે. રાજગોપાલ રેડ્ડીને મુનુગોડેથી, મુરલી નાઈકને મહબૂબાબાદથી અને રોબિન રેડ્ડીને અંબરપેટથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC) એ શુક્રવારે ફરીથી તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા કરી. CEC બુધવારે તેલંગાણાને લઈને એક બેઠક પણ યોજી હતી.

પાર્ટીએ તેલંગાણાની કુલ 119 સીટોમાંથી 100 સીટો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. તેલંગાણામાં 119 વિધાનસભા બેઠકો માટે 30 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે, જ્યારે મતોની ગણતરી 3 ડિસેમ્બરે થશે. તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) સત્તામાં છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તેમને પડકારવાનો પ્રયાસ કરી રહી છે.