Not Set/ કાશ્મીર/ વધુ 4 નેતાઓ નજરકેદમાંથી કરવામાં આવ્યા મુક્ત

જમ્મુ અને કાશ્મીર પ્રશાસન દ્વારા વધુ ચાર રાજકીય નેતાઓને નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. વધુ ચાર નેતા જેમને મુક્ત કરવામાં આવ્યા છે તેમાં NCAનાં નાઝિર ગુરૈઝિ, PDP ના અશદુલ હક ખાન, PC(પીપલ્સ કોન્ફરન્સ) ના મોહમ્મદ અબ્બાસ વાની અને કોંગ્રેસના અશદુલ રશીદ નો સમાવેશ થાય છે.  J&K administration had released four more political leaders from house […]

Top Stories India
jk 3 કાશ્મીર/ વધુ 4 નેતાઓ નજરકેદમાંથી કરવામાં આવ્યા મુક્ત

જમ્મુ અને કાશ્મીર પ્રશાસન દ્વારા વધુ ચાર રાજકીય નેતાઓને નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. વધુ ચાર નેતા જેમને મુક્ત કરવામાં આવ્યા છે તેમાં NCAનાં નાઝિર ગુરૈઝિ, PDP ના અશદુલ હક ખાન, PC(પીપલ્સ કોન્ફરન્સ) ના મોહમ્મદ અબ્બાસ વાની અને કોંગ્રેસના અશદુલ રશીદ નો સમાવેશ થાય છે. 

આપને જણાવી દઇએ કે બે દિવસ પહેલા પણ ગુરુવારે, પાંચ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે. મુક્ત કરાયેલા નેતાઓમાં સલમાન સાગર, શૌકત ગનાઈ, રાષ્ટ્રીય પરિષદના અલ્તાફ કલ્લુ અને પીડીપીના નિઝામુદ્દી ભટ અને મુક્તિઅર બાબા શામેલ છે. તો આ અગાઉ 30 ડિસેમ્બરે પાંચ રાજકીય નેતાઓને મુક્ત કરવામાં આવ્યા હતા. આ પાંચ નેતાઓ નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના હતા, જેમને નિવારક કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.

આપને જણાવી દઇએ કે, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો ડો. ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી હજી પણ નજરકેદ હેઠળ છે. ત્યારેેે હવે લોકોમાં તે પણ સવાલો ઉઠી રહ્યા છે કે, આ નેતાઓનો છુટકારો ક્યારે ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.